વાઇરલ ઇન્ફેક્શને માથું ઉંચક્યું તાવ, શરદી, ઉધરસના દર્દીઓથી ઊભરાતા દવાખાના
- કોરોનાએ ફરીથી માથું ઉંચકતા સંક્રમણ પામેલા દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે.
- વાયરલ ઇન્ફેક્શ, તાવ, શરદી, ઉધરસ તેમજ પેટના દુઃખાવાના દર્દથી ઉંચકાતા રોગચાળાએ માઝા મુકી છે.
- ઓંચિતા ફાટી નીકળેલા રોગચાળાને કારણે દર્દીઓની કતારો જોવા મળી રહી છે.
- સરકારી દવાખાના તેમજ ખાનગી હૉસ્પિટલ-ક્લિનિક પર સારવાર માટે દર્દીઓનું કીડિયારું ઊભરાય છે.
સુરેન્દ્રનગર શહેર અને તાલુકાના ગામડાઓમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાએ ફરીથી માથું ઉંચકતા સંક્રમણ પામેલા દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે.
સાથે સાથે શહેર અને ગામોમાં વાયરલ ઇન્ફેક્શ, તાવ, શરદી, ઉધરસ તેમજ પેટના દુઃખાવાના દર્દથી ઉંચકાતા રોગચાળાએ માઝા મુકી છે. અત્યારે ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે.
કાળઝાળ ગરમીના પ્રકોપ સાથે કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંક પણ દિન-પ્રતિદિન વધવા સાથે વિવિધ વિસ્તારોમાં વાયરલ ઇન્ફેક્શ, તાવ, શરદી, ખંજવાળના કેસો સામે આવી રહ્યા છે.
જૈન સાધ્વી મહારાજની ન્યૂરો-1 હૉસ્પિટલમાં સર્જરી
ઓંચિતા ફાટી નીકળેલા રોગચાળાને કારણે દર્દીઓની કતારો જોવા મળી રહી છે. સરકારી દવાખાના તેમજ ખાનગી હૉસ્પિટલ-ક્લિનિક પર સારવાર માટે દર્દીઓનું કીડિયારું ઊભરાય છે.
કોરોનાની સાથે વાયરસ ઇન્ફેક્શ રોગચાળાને કારણે બીમાર દર્દીઓની સંખ્યા ખૂબ જ વધતી જતા ચિંતા સાથે ફફડાટ જોવા મળી રહ્યો છે.
બીજી બાજુ સંબંધિત સરકારી વિભાગો દ્વારા આ બાબતે કોઇ જ નક્કર કામગીરી નહીં કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.