લીંબડી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો; રૂ.4 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુર્હુત કરાયાં

Photo of author

By rohitbhai parmar

લીંબડી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો; રૂ.4 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુર્હુત કરાયાં 

લીંબડી વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો; રૂ.4 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુર્હુત કરાયાં

Google News Follow Us Link

લીંબડી વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો; રૂ.4 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુર્હુત કરાયાં

  • જ્યોતિગ્રામ યોજના દ્વારા ગુજરાતનાં ગામેગામ 24 કલાક વિજળીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે -કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા
  • પાણીથી વંચિત રહી જતા ગામડાઓ સુધી નર્મદાનાં નીર પહોંચાડ્યા છે
  • રાજ્યનાં 98 ટકા ઘરોમાં નળથી જળ પહોંચતા કર્યા છે
  • ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બન્યુ છે

રાજ્યની પ્રગતિ ઉજાગર કરવા અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હુત કરવાના હેતુથી આજે રાજ્યભરમાં વિશ્વાસથી વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે લીંબડી ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા અને જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી બબુબેન પાંચાણીની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે વર્ષ 2022-23માં ગત વર્ષ કરતાં 17 હજાર કરોડ રૂપિયાના વધારા સાથે 2 લાખ 44 હજાર કરોડ રૂપિયાનું, ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આપ્યું છે.

20-25 વર્ષ પહેલાં ગુજરાતમાં વાળુ કરવા બેસતા ત્યારે વિજળી જતી રહેતી હતી અને અત્યારે જ્યોતિગ્રામ યોજના દ્વારા 24 કલાક વીજપુરવઠો મળી રહે છે. રાજ્યના ગામે-ગામ વિજળી પહોંચી છે. કેન્દ્રમાં વડાપ્રધાન બનવાની જ સાથે નરેન્દ્રભાઇએ માત્ર 15 જ દિવસમાં નર્મદા પ્રોજેક્ટને પૂર્ણ ઉંચાઇ સુધી લઈ જવાની મંજૂરી આપી હતી અને પાણીથી વંચિત રહી જતા ગામો સુધી નર્મદાનાં પવિત્ર જળ પહોંચાડી પોતે આપેલુ વચન પૂર્ણ કર્યું છે.

લીંબડી વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો; રૂ.4 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુર્હુત કરાયાં

રાજ્યના 98 ટકા ઘરો સુધી નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે પહેલાંના સમયમાં રાજ્યમાં રસ્તા, આરોગ્ય, પાણી જેવી મૂળભૂત માળખાકીય સુવિધાઓની પણ તકલીફ હતી પણ આજે ગુજરાતમાં દરેકે-દરેક ગામમાં પાકા રસ્તા, પાણી સહિતની સુવિધાઓનું માળખુ મજબૂત કરવામાં આવ્યું છે અને અંતરિયાળ ગામનાં લોકો સુધી આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શ્રી  નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે. જેના પરિણામે આજે ગુજરાત આરોગ્ય, શિક્ષણ, ઊર્જા એમ બધા ક્ષેત્રે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. જેના કારણે રાજ્યમાં અનેક મોટા પ્રોજેક્ટસ આવી રહ્યા છે.

લીંબડી વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો; રૂ.4 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુર્હુત કરાયાં

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત લીંબડી તાલુકામાં લીંબડી નગરપાલિકા વિસ્તારમાં પેવર બ્લોક, સી.સી.રોડ, આરોગ્ય, વન અને પર્યાવરણ લક્ષી રૂપિયા 25 લાખથી વધુનાં લોકાર્પણ કરવામાં આવ્યા છે. જ્યારે લીંબડી તાલુકામાં રૂ.36.85 લાખના 14 કામોનું ઈ-ખાતમુર્હુત તથા 20 લાખનાં 08 કામોનું ઈ-લોકાર્પણ, ચુડા તાલુકામાં 23 લાખનાં 7 કામોનું ઈ-લોકાર્પણ તથા 1 કરોડ 20 લાખનાં 76 કામોનું ઈ-ખાતમુર્હુત, સાયલા તાલુકામાં 1 કરોડ 81 લાખનાં 64 કામોનું ઈ-ખાતમુર્હુત તથા 27.80 લાખનાં 12 કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અગાઉ છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતે કરેલા વિકાસની ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટ અને લીંબડી નગરપાલિકા પ્રમુખસુશ્રી બેલાબેને પ્રાસંગિક ઉદબોધન કર્યા હતાં.

લીંબડી વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો; રૂ.4 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુર્હુત કરાયાં

કાર્યક્રમમાં સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઇ ભરવાડ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી લાલજીભાઈ સહિતનાં

પદાધિકારીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, લિંબડી પ્રાંત અધિકારીશ્રી યોગરાજસિંહ જાડેજા

અગ્રણી સર્વશ્રી ધીરુભાઈ, ઘનશ્યામભાઈ, કનકસિંહ, અલ્પેશભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

લીંબડી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે 36મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન સંદર્ભે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link