પાટડી ખાતે કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમ યોજાયો
પાટડી ખાતે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો
- પાટડી ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ
- મંત્રીશ્રીના હસ્તે 3.92 કરોડના 176 કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
રાજ્યની પ્રગતિને ઉજાગર કરવા તેમજ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના હેતુથી આજે રાજ્યભરમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેવાડાના લોકો માટે રોડ-રસ્તા, પીવાના પાણી સહિતની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બનાવી છે. પાટડી નગરપાલિકા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પેવર બ્લોક, સીસી રસ્તા, ગટર લાઈન સહિતના વિવિધ વિકાસ કામો કરવામાં આવ્યા છે.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પીવાના પાણીના પ્રશ્નો હતા. આજે રાજ્ય સરકારના સઘન આયોજનના
પરિણામે લોકોને શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયમિત પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે નર્મદા નદીનું પાણી ખેડૂતોના ખેતરે પહોંચતા ખેડૂતો સીઝન દરમિયાન બે પાક લેતા થયા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓ અમલીકૃત કરવામાં આવી છે.
વધુમાં મંત્રીશ્રી જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ મેળા જેવા કાર્યક્રમોના માધ્યમથી લાભાર્થીઓને હાથો હાથ લાભો રાજ્ય સરકારે અપાવ્યા છે. આજે રાજ્ય સરકારના પ્રયાસોના પરિણામે છેવાડાના વિસ્તાર સુધી અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ બની છે.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્યશ્રી પૂનમભાઈ મકવાણા, નગરપાલિકા પ્રમુખશ્રી મૌલેશભાઈ પરીખ અને અગ્રણીશ્રી દિલીપભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં પાટડી પ્રાંત અધિકારીશ્રીએ સ્વાગત પ્રવચન કર્યું હતું
અને મામલતદારશ્રીએ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્તે રૂપિયા 3.92 કરોડના 176 કામોનું ઈ-લોકાર્પણ /ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી, અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, પી.કે. પરમાર, પ્રકાશભાઈ
ડોડીયા, સુરાભાઈ રબારી, ચેતનભાઇ શેઠ, એન. કે.રાઠોડ અને રશ્મિકાંત રાવલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી
પી.એન. મકવાણા તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી ડી.સી. શાહ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.