વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં તાઉતે વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા વીજળીઓ ગુલ થઇ
- તાઉતે નામના વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા વીજળીઓ ગુલ
- ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ પણ ઉડી
સુરેન્દ્રનગર શહેરમાં તાઉતે નામના વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાતા વીજળીઓ ગુલ થઇ. સુરેન્દ્રનગરમાં પણ સોમવારે મોડીસાંજે તાઉતે નામના વાવાઝોડાની અસર જોવા મળી હતી. ત્યારે એકાએક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરી
બાદમાં ભારે પવન સાથે વરસાદ પણ વરસ્યો હતો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ભારે પવન ફૂંકાવાના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ તાર તુટી જતા વીજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો બાદમાં મહામહેનતે પીજીવીસીએલના કર્મચારીઓએ સમારકામ હાથ ધરીને વીજપુરવઠો કાર્યરત કરી આપ્યો હતો.
વઢવાણ સુરેન્દ્રનગરમાં તાઉતે વાવાઝોડાના પગલે પોલીસ અને બે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રખાઇ