Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ: વ્યાજના પૈસા બાબતે પજવણીથી કંટાળીને એક ઇસમે એસિડ પીધું,પોલીસ ફરિયાદ નોંધાઇ

વઢવાણ: વ્યાજના પૈસા બાબતે પજવણીથી કંટાળીને એક ઇસમે એસિડ પીધું,પોલીસ ફરિયાદ નોંધાઇ

વઢવાણ: વ્યાજના પૈસા બાબતે પજવણીથી કંટાળીને એક ઇસમે એસિડ પીધું,પોલીસ ફરિયાદ નોંધાઇ

વઢવાણ વિસ્તારમાં નાણાં ધીરનાર 14 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. વઢવાણ વિસ્તારમાં વ્યાજે ઉછીના નાણાં લીધા બાદ વ્યાજની રકમ બાબતે માનસિક ત્રાસ આપતા આખરે કંટાળીને એસિડ પી ગયાનો મામલો સામે આવ્યો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ મથકે 14 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.આ બનાવમાં પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધિરાણ કરી બળજબરીથી વ્યાજની તથા પૈસાની કડક ઉઘરાણી કરીને વ્યાજની મોટી રકમ કઢાવી લઇ તેમાં ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર ઉઘરાણી બાબતે અસહ્ય ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આથી ઈસમોના ત્રાસથી કંટાળી જઇ વઢવાણ મૂળચંદ રોડ પર આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા ફરિયાદી હિતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ એસિડ પી ગયા હતા અને આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકે 14 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગરમાં શેરડીના રસના જૈન વેપારીએ એક દિવસની આવક ધૈર્યરાજસિંહના ફંડમાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો.

Exit mobile version