Free treatment camp – કરોડરજ્જુ અને મગજની તકલીફ માટે નિઃશુલ્ક સારવાર કેમ્પ
કરોડરજ્જુ અને મગજની તકલીફ માટે નિઃશુલ્ક સારવાર કેમ્પનું આયોજન વઢવાણ ખાતે કરવામાં આવ્યું. બ્રહ્મ સમાજની વાડી વાઘેશ્વરી ચોક ખાતે નિઃશુલ્ક સારવાર કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પ પૂર્વ ટ્રસ્ટી સ્વ જગદીશભાઈ ભટ્ટ તથા ભટ્ટ પરિવારના સૌજન્યથી યોજવામાં આવ્યો હતો. જેમાં અમેરિકાના નિષ્ણાંત ડોક્ટર કમલેશ પટેલ દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરવામાં આવ્યું. જેમાં ખાસ કરીને કમર, ગરદનનો દુખાવો, સ્નાયુ, નસ, ગાદીની તકલીફ તેમજ ઢીંચણના દુખાવા માટે અસરકારક નિદાન કરવામાં આવ્યું હતું. આ કેમ વઢવાણ ખાતે તારીખ 30 જુલાઈ સવારે 09:00 થી 01:00 અને બપોરે ત્રણ થી છ દરમિયાન યોજાતા વધુમાં વધુ દર્દીઓએ લાભ લીધેલ, શ્રી વઢવાણ ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવતા સારો પ્રતિસાદ મળ્યો છે.
Mehndi Competition – લાયન્સ કલબ રોયલના સહયોગથી મહેંદી સ્પર્ધાનું આયોજન