વઢવાણ સુરેન્દ્રનગર મેકસન સર્કલ પાસેથી રિક્ષામાં વધુ મુસાફરો બેસાડનાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
- સુરેન્દ્રનગર મેક્સન સર્કલ પાસેથી જાહેરનામાનો ભંગ કરીને દોડતી સીએનજી રીક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.
સુરેન્દ્રનગર મેક્સન સર્કલ પાસેથી જાહેરનામાનો ભંગ કરીને દોડતી સીએનજી રીક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. રાજકોટ હાઇવે ઉપર મેક્સન સર્કલ પાસે સીએનજી પંપ પાસે પોલીસ વિભાગ દ્વારા કોરોના વાયરસ ફેલાતો અટકાવવાના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ત્યાંથી એક સીએનજી રીક્ષા છ માણસોને બેસાડીને તેમજ સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવીને જાહેરમાં નીકળતા પોલીસે આ રીક્ષા અને ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે.
રાજસ્થાની ભપકાદાર બાજરાની ખીચડી બનવાની રેસીપી
પોલીસે આ બનાવમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવની ટ્રાફિક પોલીસ કર્મી જીલાણીભાઈ કુરેશીએ સાયલા તાલુકાના ધજાળા ગામે રહેતા આમીનભાઈ અલીભાઇ કુરેશી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હેમદીપ માલવણીયા ચલાવી રહ્યા છે.
થાનગઢ ધોળેશ્વર વિસ્તારમાંથી છરી સાથે ઝડપાયે ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી