વઢવાણ સુરેન્દ્રનગર આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો, 500થી વધુ લોકોએ લાભ લીધો
- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સાત વર્ષના સુશાસન દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.
- આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો.
- 500થી વધુ લોકોએ ઉકાળાનું વિતરણનો લાભ લીધો હતો.
સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના વોર્ડ નંબર-1 ના આનંદનગરમાં આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સાત વર્ષના સુશાસન દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાના વોર્ડ નંબર-1 માં આવતા આનંદનગર ખાતે આયુર્વેદિક ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ સુરેન્દ્રનગરના સંયોજક દ્વારા જિલ્લા આયુર્વેદિક શાખાના ડોક્ટર પિનાકીન પંડ્યાના સહયોગથી ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મોટી કઠેચી ગામે બિસ્માર રસ્તા બાબતે રસ્તો રીપેર કરવાની લોકમાંગ ઊઠી
જેમાં 500થી વધુ લોકોએ ઉકાળાનું વિતરણનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં નગર પાલિકા ભાજપના હંસાબેન ઉદેશા અને સભ્યો શંકરલાલ સિંધવ તેમજ કમુબેન પંડિત પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સુરેન્દ્રનગરના સંયોજકો હર્ષદભાઈ ગાંધી અને ભાવેશભાઈ દાદર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.