વઢવાણ સુરેન્દ્રનગર બહુચર ચોક વિસ્તારમાં વાવાઝોડાની અસરથી
સીસીટીવી કેમેરાનાં પોલ દિશાવિહીન થતા સમારકામ કરાય તેવી લોકમાંગ
- સુરેન્દ્રનગરમાં વાવાઝોડાને 72 કલાકથી વધુનો સમય વીતી જવા છતાં યોગ્ય પોઝિશન ન જોવા મળતાં શહેરજનોમાં આશ્ચર્ય જોવા મળ્યું.
- તેનું સમારકામ ક્યારે હાથ ધરાય છે તેની શહેરીજનો રાહ જોઈ રહ્યા છે.
સુરેન્દ્રનગરમાં વાવાઝોડાને 72 કલાકથી વધુનો સમય વીતી જવા છતાં યોગ્ય પોઝિશન ન જોવા મળતાં શહેરજનોમાં આશ્ચર્ય જોવા મળ્યું. સુરેન્દ્રનગરમાં તાજેતરમાં આવેલા વાવાઝોડા બાદ કાર્યરત તિસરી આંખ યાની કી સીસીટીવી કેમેરાની પોઝીશનો ફરી જવા પામી હતી.
ત્યારે વાવાઝોડું ગયાને 72 કલાકથી વધુનો સમય વીતી જવા છતાં આ સીસીટીવી કેમેરાના પોલ યોગ્ય પોઝિશનમાં જોવા મળતા લોકોમાં આશ્ચર્યની લાગણી ઊભી થવા પામી છે.
થાનગઢ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા બજારોમાં સેનેટાઈઝરની પ્રક્રિયા હાથ ધરાઈ
શહેરના બહુચર વિસ્તારમાં સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર આ પ્રકારના સીસીટીવી કેમેરાના પોલ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે તિસરી આંખ યાની કી શહેરમાં લગાવેલ સીસીટીવી કેમેરા તેની યોગ્ય પોઝિશન ઉપર ક્યારે થાય છે તે અને તેનું સમારકામ ક્યારે હાથ ધરાય છે તેની શહેરીજનો રાહ જોઈ રહ્યા છે.