વઢવાણ સુરેન્દ્રનગર ભાજપના હોદ્દેદારોએ ઈ-ચિંતન પ્રશિક્ષણ વર્ગના વર્ચ્યુઅલ સેમિનારમાં ભાગ લીધો
- ઇ-ચિંતન પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના હોદ્દેદારો જોડાયા
- સાત વર્ષની મૌલિક અને વૈચારિક સિદ્ધિઓની ચર્ચા

સુરેન્દ્રનગર જિલ્લાની ઇ-ચિંતન પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના હોદ્દેદારો જોડાયા. સુરેન્દ્રનગર ખાતે શુક્રવારે સુરેન્દ્રનગર અને દ્વારકા જિલ્લાની ઇ-ચિંતન પ્રશિક્ષણ વર્ગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ એન.ડી.એ સરકારની સાત વર્ષની મૌલિક અને વૈચારિક સિદ્ધિઓની ચર્ચા કરવા બાબતે વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ વડવાળા ધામ મંદિર દ્વારા ગીરમાં ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરાઈ
જેમાં મુખ્ય પ્રદેશ વક્તા તરીકે વિનોદભાઈ ચાવડાનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જગદીશભાઈ મકવાણા, પ્રભારી નીતિનભાઈ ભારદ્વાજ, સહપ્રભારી નિમ્બુબેન બાંભણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ચ્યુઅલ સેમિનારનું સંપૂર્ણ સંચાલન સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર સીટી મામલતદારની ટીમે શંકાસ્પદ અનાજ ભરેલો ટ્રક ઝડપી કાર્યવાહી કરી