વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને આપત્તિ સમયે કામગીરી સોંપતુ હુકમનામું બહાર પડાયું
- સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને આપત્તિ સમયે અધિકારીઓને કામગીરી સોંપતુ હુકમનામું બહાર પડાયું.
સુરેન્દ્રનગર કલેક્ટર દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને આપત્તિ સમયે અધિકારીઓને કામગીરી સોંપતુ હુકમનામું બહાર પડાયું. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર અને તથા જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી સુરેન્દ્રનગર દ્વારા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર બાબતે હુકમનામું બહાર પાડવામાં આવ્યું છે.
જેમાં જિલ્લાની હાલની પરિસ્થિતિએ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે આ કેસોની નિયંત્રણ કરવા તેમજ મેડીકલ ફેસીલીટી અગત્યની કામગીરીમાં રોકાયેલ તમામ સ્ટાફ જેવા કે રેવન્યુ, પંચાયત, હેલ્થ, પોલીસ તથા તમામ સરકારી વર્ગ 1 થી 4ના કર્મચારીઓ, અધિકારીઓ તેમજ તેમના બ્લડ રિલેશન ધરાવતા માતા-પિતા, પત્ની, બાળકો જેવા કોવિડ-19 ના દર્દીઓને સમયસર સારવાર તેમજ જરૂરિયાત મુજબ ઇન્જેક્શન, દવાઓનો જથ્થો તથા જરૂરીયાત મુજબ વેન્ટિલેટર બેડ ફાળવવા આવશ્યક છે.
વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો દેખાતા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ
આથી જરૂર પડ્યે સરકારી અધિકારી-કર્મચારીઓ અથવા તેમના બ્લડ રિલેશનના સભ્યો મુશ્કેલીમાં ના મુકાય તથા સમયસર જરૂરિયાત મુજબ ફેસીલીટી મળી રહે તે માટે જરૂરી નિયંત્રણ રાખવા સમિતિની રચના કરવામાં આવી હોવાનો હુકમ કરવામાં આવ્યો છે