વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ ડેપ્યુટી કલેક્ટરને હુમલાની ઘટનાને વખોડી કાઢવા આવેદનપત્ર આપવામાં આવ્યું
- સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટરને હિંદુ જાગરણ મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
- અવારનવાર હિન્દુઓ ઉપર હુમલા થવાની ઘટનાને લઇને ઘેરા પ્રત્યાઘાતો પડયા છે

સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટરને હિંદુ જાગરણ મંચ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના જૈનાબાદ ખાતે થોડા દિવસો અગાઉ એક સમાજના વાડા ઉપર અસામાજિક તત્વોએ સળગાવી દેવાની ઘટના બની હતી.
વઢવાણ સુરેન્દ્રનગરના હાર્દસમા હેન્ડલુમ રોડ ઉપર મસમોટો ખાડો પડી જતાં વાહનચાલકોને અકસ્માતનો ભય
ત્યારે જિલ્લામાં અવારનવાર હિન્દુઓ ઉપર હુમલા થવાની ઘટનાને લઇને ઘેરા પ્રત્યાઘાતો પડયા છે ત્યારે સુરેન્દ્રનગર હિંદુ જાગરણ મંચના નેજા હેઠળ જૈનાબાદની ઘટનાને વખોડી કાઢવા માટે કલેકટર કચેરીએ આગેવાનો દોડી ગયા હતા અને અધિક કલેકટર એમ.ડી.ઝાલાને રૂબરૂ મળી આ બાબતે યોગ્ય ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ જવાબદાર હુમલાખોર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદારોએ માંગ કરી હતી.