વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા કોરોના વેક્સિન અંગેની આંકડાકીય માહિતી ટ્વીટ કરીને આપી
- સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા કોરોના વેક્સિન અંગેની આંકડાકીય માહિતી ટ્વીટ કરીને આપી.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા કોરોના વેક્સિન અંગેની આંકડાકીય માહિતી ટ્વીટ કરીને આપી. સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ લોકો કોરોનાની રસી લે તે બાબતે ધ્યાને રાખીને રસીકરણ અભિયાન આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
જેમાં 45 વર્ષથી વધુ વયના અને 18થી 45 વયના લોકોને કોરોના વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી આપવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલ કોરોના વેક્સિન અંગેની માહિતી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ દ્વારા તારીખ 11 જૂનના રોજ ટ્વિટરના માધ્યમથી માહિતી આપવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં નિયમો હળવા કરવા સાથે દેવ મંદિરે દર્શનાર્થીઓ માટે ખુલશે, નાના ધંધાર્થીઓને રાહત થશે
જેમાં જણાવવામાં આવ્યું છે કે 18 થી 44 વયના 6,666 યુવાનો તેમજ 45થી વધુ ઉંમરના 1,534 તેમજ 60 વર્ષથી વધુ 721 લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ પૂરું પાડતી રસી આપવામાં આવી હોવાની જાણકારી ટ્વિટરના માધ્યમથી કલેક્ટર દ્વારા આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર વઢવાણ પ્રાંત કચેરી ખાતે વિચરતી જાતિના પરિવારોને પ્લોટની સનદો ફાળવવામાં આવી