વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા નવનિયુક્ત કલેકટરે સરકારી કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
- લખતર તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત
- આકસ્મિક મુલાકાત લઈને કામગીરીથી વાકેફ થઇ રહ્યા છે.
જિલ્લા નવનિયુક્ત કલેકટરએ લખતર તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈને માહિતીથી અવગત થયા. સુરેન્દ્રનગર જિલ્લાના નવા કલેકટર ચાર્જ સાંભળતાની સાથે જ વિવિધ તાલુકા મથકોની કચેરીઓની આકસ્મિક મુલાકાત લઈને કામગીરીથી વાકેફ થઇ રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર ડેપોમાંથી સરા સહિતના ગામોમાં દોડતી એસ.ટી.બસો પુનઃ શરૂ કરવાનો લોકમાંગ ઉઠી
ત્યારે જિલ્લાના નવનિયુક્ત કલેકટર અમૃતેશ કાલીદાસએ શનિવારે લખતર મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી હતી. જેમાં કલેક્ટરએ મહેસુલ વિભાગ, ઇ-ધારા, સમાજ કલ્યાણ, રેવન્યુ વિભાગ તેમજ રજિસ્ટ્રાર ઓફિસમાં પણ આકસ્મિક ચેકીંગ કામગીરી કરી હતી. આ વેળાએ તેઓની સાથે ડેપ્યુટી કલેક્ટર અનિલકુમાર ગૌસ્વામી, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણીકુમાર, તાલુકા ઈન્ચાર્જ મામલતદાર એમ.જે.નાકયા તથા તાલુકા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર વઢવાણ વાઘેશ્વરી ચોકમાં ગટરના ખોદકામ બાબતે માથાકૂટ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ