- Advertisement -
HomeNEWSઝાલાવાડમાં જળ સંકટ : ઝાલાવાડનાં 11માંથી 4 જળાશય તળિયાઝાટક, બાકીનાં 7માં 21.76...

ઝાલાવાડમાં જળ સંકટ : ઝાલાવાડનાં 11માંથી 4 જળાશય તળિયાઝાટક, બાકીનાં 7માં 21.76 ટકા પાણી; 19 દિવસમાં જળસપાટીમાં માત્ર 4.01 ટકાનો વધારો

- Advertisement -

ઝાલાવાડમાં જળ સંકટ : ઝાલાવાડનાં 11માંથી 4 જળાશય તળિયાઝાટક, બાકીનાં 7માં 21.76 ટકા પાણી; 19 દિવસમાં જળસપાટીમાં માત્ર 4.01 ટકાનો વધારો

Google News Follow Us Link

Water crisis in Jhalawad: 4 out of 11 reservoirs of Jhalawad are low, remaining 7 have 21.76 percent water; Only 4.01 percent rise in water level in 19 days

  • ઝાલાવાડમાં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 46.47 ટકા વરસાદ પડ્યો
  • મોરસલ, સબુરી, વાંસલ અને નીંભણી ડેમ તો તળિયાઝાટક છે.

ઝાલાવાડમાં ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 46.47 ટકા વરસાદ પડ્યો છે. ગત વર્ષે પડેલા 25.46 ટકા વરસાદ કરતાં 21.01 ટકા વધુ વરસાદ પડ્યો છતાં જિલ્લાનાં 11 જળાશયમાં માત્ર 21.78 ટકા પાણી જ ભરાયાં છે. તેમાં પણ મોરસલ, સબુરી, વાંસલ અને નીંભણી ડેમ તો તળિયાઝાટક છે. 15 જુલાઈએ 11 જળાશયમાં 17 ટકા જેટલું જળસ્તર હતું, જેમાં 19 દિવસમાં માત્ર 4.01 ટકાનો જ વધારો થયો છે.

ગત વર્ષ કરતાં વરસાદ વધુ છતાં જળાશયોમાં પાણી ઓછું આવવાનાં કારણોમાં 15 જૂનથી 2 ઑગસ્ટ સુધીના ચોમાસાના 49 દિવસમાંથી 14 દિવસ જિલ્લામાં એક છાંટો પડ્યો નથી. માત્ર 4 દિવસ સરેરાશ 1 ઈંચ જ્યારે 5 દિવસ અડધો ઈંચ વરસાદ પડ્યો છે. એ જ રીતે 31 દિવસ 1થી 10 મીમી વરસાદ પડ્યો છે. જિલ્લામાં સરેરાશ 24 ઇંચ જેટલો વરસાદ પડે છે. અત્યાર સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

સુરેન્દ્રનગરનો સ્થાપના દિવસ : ગ્રામ પંચાયત બન્યા વગર સુરેન્દ્રનગરે સીધો નગરપાલિકાનો દરજ્જો મેળવ્યો છે

ધીમી ધારે વરસેલા વરસાદને કારણે ખેતીપાકને રાહત છે પરંતુ આખું વરસ સિંચાઈ અને પીવાનાં પાણી માટે જેના પર આધાર રાખવો પડે તેવાં 11 જળાશયમાં હાલ માત્ર 46.47 ટકા જ પાણીની આવક થઈ છે. ખાસ કરીને નર્મદાનાં પાણીથી ભરાતા ધોળીધજા ડેમને બાદ કરતાં ત્રિવેણી ઠાંગામાં 69.40 ટકા પાણી છે. બાકીનાં જળાશયોમાં પાણીની આવક ખૂબ ઓછી થઈ છે.

ડેમમાં પાણીની હાલની સ્થિતિ :

જળાશય

ક્ષમતા

હાલની સ્થિતિ

ટકાવારી

નાયકા 484 98.4 20.33
ધોળીધજા 720 446.81 62.06
થોરીયાળી 792 131.03 16.54
વળોદ 536 67.51 12.59
વાંસલ 140 0.14 0.1
ફલકુ 460 7.7 1.67
મોરસલ 115 0 0
સબુરી 159 0 0
નીંભણી 218 0 0
{ ત્રીવેણી ઢાંગા 114 79.12 69.4
{ ધારી 106 6.64 6.26
કુલ 3844 837.35 21.78

​​​​​​​

વરસાદની સ્થિતિ (મીમીમાં) :

તાલુકો

30 વર્ષનો વરસાદ

આ વર્ષનો વરસાદ

ટકાવારી

ચુડા 581 380 56.23
ચોટીલા 676 388 66.8
થાન 637 235 40.94
દસાડા 574 183 33.06
ધ્રાંગધ્રા 554 268 44.37
મૂળી 563 209 33.2
લખતર 604 268 47.61
લીંબડી 630 304 55.54
વઢવાણ 614 270 42.38
સાયલા 547 247 40.26
કુલ 5980 275 46.27

 

​​​​​8 વર્ષમાં વરસાદની સ્થિતિ (મીમીમાં) :

વર્ષ

સરેરાશ

2 ઑગસ્ટ સુધીમાં

ટકાવારી

2015 556 380 68.29
2016 579 116 19.99
2017 555 706 127.23
2018 585 120 20.46
2019 565 184 32.62
2020 578 285 49.42
2021 583 149 25.46
2022 592 275 46.47

 

વઢવાણ દૂધની ડેરીવાળા પુલ પર લોખંડના સળિયા દેખાવા લાગ્યા, લોકોને અકસ્માતનો ભય

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...