રૂપાણીએ ક્યા ટોચના નેતા વિશે કહ્યું, ………..ના વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે તેથી નફ્ફટ થઈને આવાં નિવેદનો કરે છે………..
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ચોંકાવનારું નિવેદન કર્યું હતું. વિજય રૂપાણી સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણી કરાઈ રહી છે તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.
- ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ચોંકાવનારું નિવેદન કર્યું હતું
-
રૂપાણીએ અમિત ચાવડાને નફ્ફટ ગણાવ્યા હતા.
-
રૂપાણીએ કહ્યું કે
-
હવે મારે શું કહેવું ?
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ચોંકાવનારું નિવેદન કર્યું હતું. રૂપાણીએ કહ્યું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઘડીઓ ગણાઈ રહી છે તેથી તે નફ્ફટ થઈને આવાં નિવેદનો કરી રહ્યા છે. વિજય રૂપાણી સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણી કરાઈ રહી છે તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે.
અમિત ચાવડાએ નિવેદન કર્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રીઓ બદલાઈ રહ્યા છે તેથી આવા કાર્યક્રમ કરીને રૂપાણીનો વિદાય સમારોહ કરી રહ્યા છે. આ સવાલના જવાબમાં વિજય રૂપાણીએ હસતાં હસતાં કહ્યું કે, હવે મારે શું કહેવું ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની ઘડીઓ ગણાઈ રહી છે તેથી તે નફ્ફટ થઈને આવાં નિવેદનો કરી રહ્યા છે, કોઈ મતલબ નથી.
વિજય રૂપાણીએ ગાંધીનગરમાં પોતાની સરકારનાં પાચં વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ગાંધીનગરમાં યોજેલા જ્ઞાનશક્તિ કાર્યક્રમ પછી પત્રકારો સાથે વાત કરતાં આ નિવેદન આપ્યું હતું. પત્રકારોએ અમિત ચાવડાના રૂપાણીના વિદાય સમારોહ અંગેની કોમેન્ટ અંગે સવાલ કરતાં રૂપાણીએ અમિત ચાવડાને નફ્ફટ ગણાવ્યા હતા.
આ પહેલાં જ્ઞાનશક્તિ કાર્યક્રમમાં બોલતાં વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારના 5 વર્ષ પૂરા થવા જઆ રહ્યા છે ત્યારે સેવા યજ્ઞ અંતર્ગત લાખો લોકોની સેવા માટે 9 દિવસ કાર્યક્રમો યોજાશે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એ વિકાસના જે પથ દર્શક તૈયાર કર્યા છે તેને આગળ વધારવાનું કામ કરી રહ્યા છીએ. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ શાનો વિરોધ કરે છે એ ખબર નથી પડી રહી માટે જ લોકો એમનો વિરોધ કરી રહ્યા છે.
વિજય રૂપાણીના અમિત ચાવડાને નફ્ફટ ગણાવતા નિવેદને ચકચાર જગાવી છે. રૂપાણીએ તેમના પ્રવચનમાં પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં રુપાણીને પાંચ વર્ષ પૂર્ણ થયાની ગાંધીનગરમાં જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી કરાઇ હતી. અગ્રેસરતાની થીમ સાથે મર્યાદિત સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિરમાં કાર્યક્રમ યોજાયો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે આર્થિક વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો