...
- Advertisement -
HomeNEWSઉત્તરાયણ પર આ પતંગ જ્યાં પડશે ત્યાં હરિયાળી આવશે, રાજકોટની આ પતંગમાં હશે...

ઉત્તરાયણ પર આ પતંગ જ્યાં પડશે ત્યાં હરિયાળી આવશે, રાજકોટની આ પતંગમાં હશે વૃક્ષનાં બીજ

- Advertisement -

ઉત્તરાયણ પર આ પતંગ જ્યાં પડશે ત્યાં હરિયાળી આવશે, રાજકોટની આ પતંગમાં હશે વૃક્ષનાં બીજ

Google News Follow Us Link

ઉત્તરાયણ પર આ પતંગ જ્યાં પડશે ત્યાં હરિયાળી આવશે, રાજકોટની આ પતંગમાં હશે વૃક્ષનાં બીજ

ઉત્તરાયણ પર્વને હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે રાજકોટ (Rajkot) ની મહિલાએ ઉત્તરાયણ પર્વની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી (save environment) નો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં પતંગની સાથે હવે બીજ પણ આકાશમાં ઉડશે અને પતંગ કપાશે તો તે આ જ બીજ જમીનમાં છોડ બનાવશે.

  • ઉત્તરાયણ પર્વની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી
  • 100 કરતાં પણ વધુ ઇકો ફ્રેન્ડલી પતંગ બનાવ્યા છે.
  • પતંગમાં વડ, પીપળો, માંજર વગેરે વૃક્ષના બીજનો ઉપયોગ કર્યો છે.

ઉત્તરાયણ પર્વને હવે ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે રાજકોટની મહિલાએ ઉત્તરાયણ પર્વની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણીનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં પતંગની સાથે હવે બીજ પણ આકાશમાં ઉડશે અને પતંગ કપાશે તો તે આ જ બીજ જમીનમાં છોડ બનાવશે. આમ, તહેવારની ઉજવણીની સાથે-સાથે પર્યાવરણની જાળવણી પણ કરી શકાશે. તેમણે આવી 100 કરતાં પણ વધુ ઇકો ફ્રેન્ડલી પતંગ બનાવ્યા છે.

નવતર પ્રયોગ વૃક્ષોની સંખ્યામાં વધારો કરશે:-

ઉત્તરાયણ (uttarayan) પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે રાજકોટની મહિલાએ ઉત્તરાયણ પર્વની ઉજવણી સાથે પર્યાવરણની જાળવણી (go green) નો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ પ્રયોગ છે પર્યાવરણની જાળવણી અંગેનો. તહેવારની ઉજવણી સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખતો આ નવતર પ્રયોગ વૃક્ષોની સંખ્યામાં વધારો કરશે. હિનલ રામાનુજે એક એવી પતંગ તૈયાર કરી છે, જેમાં તેમણે વૃક્ષના બીજ મૂક્યા છે.

ઉત્તરાયણ પર આ પતંગ જ્યાં પડશે ત્યાં હરિયાળી આવશે, રાજકોટની આ પતંગમાં હશે વૃક્ષનાં બીજ

પતંગમાં હળવા વજનના બીજ મૂકાશે:- 

પતંગ સારી રીતે આકાશમાં ઉડી શકે તેનું પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે પતંગની વચ્ચે એક કાગળનું પોકેટ લગાવ્યું છે, જેમાં જુદા-જુદા વૃક્ષોના ઓછા વજન ધરાવતાં બીજ મૂક્યા છે. જેથી આ પતંગ પણ સરળતાથી ઉપર ઉડી શકે. પતંગ કપાઈને જ્યારે જમીન પર પડે ત્યારે આ બીજ આપમેળે જમીનમાં ઉગી નીકળે અને એક વૃક્ષ વધે. આ પતંગમાં વૃક્ષારોપણના સ્લોગન પણ લખ્યા છે અને સિમ્બોલીક ટ્રી ડ્રો કરવામાં આવ્યા છે. જેથી કરીને આ પતંગ કપાઈને કોઈને હાથમાં આવે તો આ બીજ મૂકવા બાબતનો મેસેજ તેમના સુધી પહોંચે અને વૃક્ષો જમીનમાં વાવે તેવો નાનો પ્રયોગ હાથ ધરાયો છે.

Happy Lohri 2022: લોહરીમા અગ્નિમાં તલ કેમ ચડાવવામાં આવે છે? જાણો લોહરી પ્રગટાવવાનો શુભ સમય

પતંગથી પર્યાવરણનો સંદેશ:-

હીનલ રામાનુજ આ પ્રોજેક્ટ વિશે જણાવે છે કે, આ બીજ એવા છે કે જેને ઓછું પાણી મળે અને માવજત ન થાય તો પણ જમીનમાં ઉગી નીકળે. આ પતંગમાં વડ, પીપળો, માંજર વગેરે વૃક્ષના બીજનો ઉપયોગ પતંગ સાથે કર્યો છે. આશરે 100થી 150 પતંગ એવી બનાવવામાં આવી છે અને પરિવારના દરેક સભ્યને આપવામાં આવી છે. હિનલ રામાનુજે આ સાથે એક સંદેશો પણ પાઠવ્યો છે કે, જો પતંગ બનાવનાર અને વેચનાર જો બંને આ પદ્ધતિ અપનાવે તો પર્યાવરણને નુકસાન થતું બચી શકે છે.

ઇકો ફ્રેન્ડલી રાખડીઓ પણ બનાવી હતી:- 

ઉલ્લેખનીય છે કે હિનલ રામાનુજ દ્વારા તહેવારોમાં પર્યાવરણની જાળવણી માટે અવનવા પ્રયોગ કરવામાં આવે છે. આ પહેલાં રક્ષાબંધનના તહેવાર દરમિયાન તેમણે ખાસ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરતી રાખડી બનાવી હતી. જેમાં માસ્ક અને સેનિટાઇઝર, ફાફડા-જલેબી, કાર, આઈફોન, વેફર, ડેરીમિલ્ક અને મોદી-રૂપાણીના ફોટા સાથે વેક્સિનની નાની બોટલ વાળી રાખડી બનાવવામાં આવી છે. ત્યારે હવે પતંગ માટે પણ તેઓ આવો જ નવતર પ્રયોગ લઈને આવ્યા છે, જેને હાલમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો હિનલના આ પ્રયોગને વખાણી રહ્યા છે.

શું તમે જાણો છો કે પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું? વૈજ્ઞાનિકોએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Limbdi – સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગે લીંબડીની હોસ્પિટલમાંથી બે સોનોગ્રાફી મશીન સીલ કર્યા

Limbdi - સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગે લીંબડીની હોસ્પિટલમાંથી બે સોનોગ્રાફી મશીન સીલ કર્યા Google News Follow Us Link સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગે લીંબડી હોસ્પિટલમાંથી બે સોનોગ્રાફી મશીન સીલ કરતા ચકચાર મચી જવા પામી છે. જેમાં લીંબડી પટેલ હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય આધિકારીની ટીમે ઓચિંતું ચેકીંગ હાથ ઘરતા ખાનગી હોસ્પિટલમાં દોડઘામ મચી જવા પામી હતી. પાછલા કેટલાંક સમયથી ગર્ભ પરીક્ષણ કરતા ખાનગી દવાખાના ધમધમી રહ્યા હોવાની વ્યાપક બુમરાડ ઉઠવા પામી હતી....
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.