રુદ્રાક્ષની ઉત્પત્તિ કેમ થઇ, તેને ધારણ કરવાથી આટલા ભગવાન કૃપા વરસાવશે
ભગવાન શિવને ભોળા કહેવામાં આવ્યા છે ત્યારે તેમની અપારતા સદાય તમામ સૃષ્ટિના સજીવો પર રહેતી હોય છે, ત્યારે તેમની સાથે રુદ્રાક્ષનું એક ખાસ મહત્વ છે. ચાલો જાણીએ વધુ વિગતમાં
- રુદ્રાક્ષનું પુરાણોમાં વિશેષ મહત્વ
- ભગવાન શિવ કરે છે રુદ્રાક્ષમાં નિવાસ
- રુદ્રાક્ષ ધારણ કરવાથી મળે છે અનેક ફાયદા
ભગવાન ભોલેનાથની પૂજામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે. તેની ઉત્પત્તિ વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. રુદ્રાક્ષ બે શબ્દો રુદ્ર અને અક્ષથી બનેલો છે. રુદ્ર એટલે શિવ અને અક્ષ એટલે ભગવાન શિવની આંખ. રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે, આવો જાણીએ રૂદ્રાક્ષની ઉત્પત્તિ આખરે કેવી રીતે થઈ.
રુદ્રાક્ષ વિશેની માન્યતાઓ
એક વાર ભગવાન શંકર ઊંડા ધ્યાનમાં જતા રહે છે. હજારો વર્ષો સુધી ગહન ધ્યાન કર્યા પછી જ્યારે તેમણે આંખો ખોલી તો તેમની આંખોના આંસુ જમીન પર પડી ગયા હતા. આ આંસુઓમાંથી રૂદ્રાક્ષના વૃક્ષો ઉત્પન થયા હતા. ભગવાન ભોલે નાથની આંખોના આંસુમાંથી જન્મ લેવાને કારણે આ વૃક્ષના ફળને રુદ્રાક્ષ નામ મળ્યું હતું. રુદ્રાક્ષ વિશે એક બીજી દંતકથા છે. તે મુજબ ત્રિપુરાસુર નામનો રાક્ષસ પોતાની તાકાતના કારણે ઘમંડી બની ગયો હતો. આવી સ્થિતિમાં તે દેવતાઓને હેરાન કરવા લાગ્યો. તમામ હેરાન થયેલ દેવો ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને ભોલેનાથની શરણમાં ગયા. તેમની વેદના સાંભળીને ભગવાન ભોલેનાથ ઊંડા ધ્યાનમાં ગયા અને તેમની આંખો ખોલી તો આંસુઓ જમીન પર પડી ગયા, જેના કારણે રૂદ્રાક્ષની ઉત્પત્તિ થઈ.
શિવ રુદ્રાક્ષમાં નિવાસ કરે છે
એવું માનવામાં આવે છે કે શિવ રુદ્રાક્ષમાં નિવાસ કરે છે. રુદ્રાક્ષ ધારણ કરવાથી રુદ્રની કૃપા જળવાઈ રહે છે. તેને પહેરવાથી નકારાત્મક શક્તિઓ પાસે આવતી નથી. રૂદ્રાક્ષનું વૃક્ષ પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. નેપાળ, બર્મા, થાઈલેન્ડ કે ઈન્ડોનેશિયામાં આ વૃક્ષ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. ભારતમાં પણ આ વૃક્ષ અનેક પહાડી વિસ્તારોમાં ખાસ ઉંચાઇ પર જોવા મળે છે.અલગ અલગ મુખ વાળા રુદ્રાક્ષ અલગ-અલગ દેવી-દેવતાઓને સમર્પિત છે. જો કે પાંચમુખી રૂદ્રાક્ષ કોઇ પણ ધારણ કરી શકે છે.
આટલા મુખી રુદ્રાક્ષ જોવા મળે છે
એકમુખી રુદ્રાક્ષને ભગવાન શંકર, બે મુખવાળા રૂદ્રાક્ષ અર્ધનિર્શ્વર, ત્રણ મુખી રુદ્રાક્ષ અગ્નિ, ચાર મુખી રૂદ્રાક્ષ બ્રહ્મા, પાંચ મુખી કલાગ્નિ, છ મુખી રૂદ્રાક્ષ કાર્તિકેય, સાત મુખી રૂદ્રાક્ષ કામદેવ, આઠ મુખી રુદ્રાક્ષ ગણેશ અને ભગવાન ભૈરવ, નવ મુખી રુદ્રાક્ષ મા ભગવતી અને શક્તિ, 10-મુખી રુદ્રાક્ષ, દશોન-દિશા અને યમ, 11 મુખી રૂદ્રાક્ષ ભગવાન શિવ, 12 મુખી રુદ્રાક્ષ સૂર્ય, 13 મુખી રુદ્રાક્ષને વિજય અને સફળતાનું સ્વરૂપ માનવામાં આવે છે અને ચૌદ મુખી રુદ્રાક્ષને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે.
ત્રણમુખી રુદ્રાક્ષ કરવો જોઈએ ધારણ
હિંદુ ધર્મ અનુસાર, શ્રાવણમાં પૂર્ણિમા કે અમાસ પર ત્રણમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશના આશીર્વાદ મળે છે. ત્રણમુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાં ગતિ આવે છે. મેષ, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે ત્રણમુખી રૂદ્રાક્ષ ધારણ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.