Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.10 થી 20નો ઘટાડો

Winter Vegetables – સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.10 થી 20નો ઘટાડો

સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ શાકભાજીના ભાવમાં કિલોએ રૂ.10 થી 20નો ઘટાડો. આથી આ શાકભાજીની આવક શરૂ થતા વઢવાણ યાર્ડમાં જ 44 શેડોમાં અંદાજે 200 મણ લેખે 8800 મણ શાકભાજીની ખપત થઇ રહી હોવાનું ધ્યાને આવ્યું છે.

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળુ શાકભાજીની આવક થતાં અને એક સપ્તાહમાં જ રૂ.10 થી 20નો ઘટાડો જોવા મળતા ગૃહિણીઓમાં રાહત ફેલાઇ છે. હાલ જિલ્લાના ગામડાઓ તેમજ આસપાસના વિસ્તારોમાં શાકભાજીની આવક થતાં દરરોજ 12,000થી વધુ મણ શાકભાજી લોકો ખરીદી રહ્યા છે.

ધ્રાંગધ્રા એસ.એસ.પી.જૈન કોલેજ દ્વારા અવસર લોકશાહીના અંતર્ગત રેલી યોજાઇ હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાના આકરા તાપના દિવસોમાં શાકભાજીના ભાવમાં રૂ.30 થી 50 જેટલા ભાવ વધતા મહિલાઓના બજેટ પર અસર થઇ હતી.

પરંતુ જિલ્લામાં શિયાળુ સિઝનમાં અંદાજે 1,00,000થી વધુ હેકટરમાં શાકભાજીનું વાવેતર થયુ છે.

આથી આ શાકભાજીની આવક શરૂ થતા વઢવાણ યાર્ડમાં જ 44 શેડોમાં અંદાજે 200 મણ લેખે 8800 મણ

શાકભાજીની ખપત થઇ રહી હોવાનું ધ્યાને આવ્યું છે.

આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં દરરોજ અંદાજે 12000થી વધુ મણ શાકભાજી વેચાઇ રહ્યું છે.

સુરેન્દ્રનગરનો શ્રવણ-વડીલોને ધાર્મિક સ્થળોની વિનામુલ્યે યાત્રા કરાવવાનું યુવાનનું સેવાકાર્ય

કારણ કે, જિલ્લાના ગામડાઓમાં તેમજ આસપાસના વિસ્તારોમાં શિયાળુ શાકભાજીના વાવેતરના કારણે આવક સારા પ્રમાણમાં થઇ રહી છે. આથી હાલ શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળતા ગૃહિણીઓમાં રાહતની લાગણી ફેલાઇ છે.

સુરેન્દ્રનગર: લગ્નનાં પોશાકમાં મત આપવા આવેલા મતદારોએ અન્ય મતદારોને શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યું

આ અંગે શાકભાજીના વેપારી કિશનભાઈ આર. સાકળિયા, સોહમભાઈ પનાળિયા, અતુલભાઈ બી. સાકળિયા, જિગ્નેશભાઈ પી. મકવાણા, રમેશભાઈ આર. લકુમ, રાજુભાઇ દયારામભાઈ લકુમ, ધવલભાઈ જી. શ્રીમાળી વગેરે જણાવ્યુ કે, વગેરે શાકભાજીના ભાવમાં 1 કિલોએ રૂ.10 થી 20નો ઘટાડો થયો છે. ભાવ ઘટતા ધરાકી પણ સારા પ્રમાણમાં નીકળી છે.

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકના રસ્તા પરના ખાડાથી અકસ્માત થાય તે પહેલા રિપેરિંગની માંગ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version