Wadhwanમાં જવેલર્સની દુકાનમાં મહિલાઓ રૂા.40 હજારના દાગીના લઈ રફૂચક્કર
વેપારીની નજર ચૂકવી સોનાની કડી, બુટ્ટી લઈ ત્રણ મહિલાઓ ફરાર: પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી
- શ્રીનાથજી ચોક મેઈન બજારની ઘટના
વઢવાણમાં સોની વેપારીની દુકાનમાં ગ્રાહક બની આવેલ ત્રણ મહિલાઓએ વેપારીની નજર ચૂકવી સોનાની બુટી તેમજ કડી સહીત રૂપિયા 40 હજારની કિંમતની મત્તાની તફડંચી કરી ફરાર થઈ ગઈ ગઈ હતી આ મામલે ભોગ બનનાર વેપારીએ વઢવાણ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ચુડા તાલુકાના ભૃગુપુર ગામે રહેતા દિલીપભાઈ શંકરભાઈ ડાભી વઢવાણ શ્રીનાથજી ચોક મેઈન બજારમાં સોનાના દાગીનાની દુકાન ધરાવે છે. દિલીપભાઈ સવારના સમયે દુકાને હતા તે દરમિયાન ત્રણ મહિલાઓ ગ્રાહક બની આવી હતી અને સોનાની બુટી તેમજ કડી બતાવવાનું કહેતા વેપારીએ અલગ અલગ બુટી અને કડી બતાવી હતી અને તેમાંથી એક જોડ સોનાની બુટી, એક જોડ કડી અને એક સોનાનો દાણો લેવાનું નક્કી કરી તે અલગ રખાવ્યા હતાં.
અને તે દરમિયાન ત્રણ બહેનો પૈકી એક બહેને મોટી બુટ્ટી બતાવવા કહેતા વેપારીએ-મોબાઇલમાં ફોટો બતાવવા માટે ખીસ્સામાંથી મોબાઇલ કાઢવા ગયા તે દરમિયાન આ મહિલાઓએ સોનાની બુટી અને કડીની ચોરી કરી લીધી હતી અને બેંકમાંથી રૂપિયા લઇને આવીએ છીએ તેમ કહી ત્રણેય બહેનો નિકળી જતાં વેપારીને શક જતાં બોક્સ ખોલીને જોતા અંદર એક જોડ સોનાની બુટી અને કડી ગાયબ હતી.
વેપારીએ મહિલાઓનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલાઓ થોડી જ વારમાં ગુમ થઇ જતાં અંતે વેપારીએ વઢવાણ પોલીસ મથકે કુલ રૂપિયા 40 ની ચોરી અંગેની ફરીયાદ નોંધાવતા વઢવાણ પોલીસે દુકાનના સીસીટીવીના આધારે વધુ તપાસની કામગીરી હાથ ધરી છે.
ACTION – વઢવાણમાં ખેડૂતોનો રસ્તો બંધ કરનારા બિલ્ડર પર ફોજદારી કાર્યવાહી
ગુજરાત સમાચાર