વઢવાણ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પાસે આવેલી નર્સરીમાંથી લાકડા કાપી સમશાનમાં નખાયા

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પાસે આવેલી નર્સરીમાંથી લાકડા કાપી સમશાનમાં નખાયા

  • સુરેન્દ્રનગરના મુખ્ય સમશાનમાં લાકડાની અછત
  • સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પાસે આવેલી નર્સરીમાંથી લાકડા કાપી અને સમશાનમાં નાખવામાં આવ્યા છે
  • કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે
વઢવાણ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પાસે આવેલી નર્સરીમાંથી લાકડા કાપી સમશાનમાં નખાયા
વઢવાણ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પાસે આવેલી નર્સરીમાંથી લાકડા કાપી સમશાનમાં નખાયા

સુરેન્દ્રનગરના મુખ્ય સમશાનમાં લાકડાની અછત સર્જાતા સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પાસે આવેલી નર્સરીમાંથી લાકડા કાપી અને સમશાનમાં નાખવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે હાલમાં જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધતું જઈ રહ્યું છે.

કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સામે દર્દીઓના પણ ટપોટપ મૃત્યુ નીપજી રહ્યા છે ત્યારે હાલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓને લાકડાથી બાળવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના સોનપુર રોડ ઉપર આવેલા મુખ્ય સમશાનમાં લાકડાઓ ખૂટી પડતા પાલિકા દ્વારા ધોળીધજા ડેમ પાસે આવેલી નર્સરીમાંથી લાકડા કાપી અને મુખ્ય સમશાન ખાતે હાલમાં પહોંચાડવામાં આવ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા ઇન્ચાર્જ મંડળની રચના કરાઈ

સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાની સૂચનાથી ધોળીધજા ડેમ પાસે આવેલી નર્સરીમાંથી અનેક વૃક્ષોનું નિકંદન કરી અને તેના લાકડાઓ સમશાનમાં નાખવામાં આવ્યા છે. ત્યારે હાલ કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે હાલમાં લાકડા મળવા પણ મુશ્કેલ હોય તેનો ઈલાજ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યા દ્વારા ધોળીધજા ડેમ પાસે નર્સરી આવી છે.

તેનું નિકંદન કરી અને સ્મશાનમાં પૂરતા લાકડા પહોંચાડવામાં આવ્યા છે ત્યારે અંદાજીત ત્રણ મોટા ડમ્પર ભરી અને લાકડા કાપી અને સ્મશાનમાં નાખવામાં આવ્યા છે. નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આ પ્રકારનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા ઉપર એટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ

વધુ સમાચાર માટે…