વઢવાણ સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ
- લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાફ-સફાઈ કરી
- પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

સુરેન્દ્રનગર એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાફ-સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા
પ્રતિમાની સાફ-સફાઈ અને પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.
જેના ભાગરૂપે તારીખ 01 જુલાઈને ગુરુવારના રોજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોના સંયોજકો દ્વારા સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના વોર્ડ નંબર-5 માં આવતા એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની સાફ-સફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગરની સરદાર પટેલ વિદ્યાલય દ્વારા કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય
આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ સુરેન્દ્રનગર વઢવાણના સંયોજક એવા હર્ષદભાઈ ગાંધી, ભાવેશભાઈ ગઢવી તેમજ ગ્રામ સંયોજક રવિભાઈ ખેર, અર્જુનભાઈ ડોડીયા તેમજ યુવા ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લાના નવનિયુક્ત કલેકટરની ઉદ્યોગકારોએ શુભેચ્છા મુલાકાત લીધી