વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ડીડીઓને V.C.E ને અન્યાય થવા બાબતે લેખિત રજૂઆત
- સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ડીડીઓને V.C.E ને અન્યાય થવા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી.
- કાર્તિકભાઈ ઇશ્વરભાઇ મકવાણાને ગ્રામ પંચાયત કચેરી ઢાંકી દ્વારા છૂટા કરવાનો ઠરાવ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ડીડીઓને V.C.E ને અન્યાય થવા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને ઉદ્દેશીને લખતર તાલુકા V.C.E મંડળ દ્વારા V.C.E ને અન્યાય થવા બાબતે લેખિત રજૂઆત થવા પામી છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ કાર્તિકભાઈ ઇશ્વરભાઇ મકવાણાને ગ્રામ પંચાયત કચેરી ઢાંકી દ્વારા છૂટા કરવાનો ઠરાવ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે.
સુરેન્દ્રનગર શહેરની શાન અજરામર ટાવર ઘડીયાળને
તેમજ V.C.E ને કોઈ કારણ દર્શક નોટિસ કે સૂચના વગર ગ્રામ પંચાયત કચેરી દ્વારા V.C.E ને જાણ કરેલ હોવાનું રજુઆતમાં જણાવવામાં આવ્યું છે. આથી આ બાબતે યોગ્ય ન્યાયની અપેક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર ફાયર સ્ટેશન પાસેથી નિયમ કરતા વધુ પેસેન્જરો બેસાડતા રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઇ