સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી-ટ્રાફિક ચેકિંગમાં 10 વાહનો ડિટેઇન કરી 1.20 લાખનો દંડ કરાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી-ટ્રાફિક ચેકિંગમાં 10 વાહનો ડિટેઇન કરી 1.20 લાખનો દંડ કરાયો
- 10 વાહનો ડિટેઇન કરી અંદાજે રૂ. 1.20 લાખનો દંડ કરાયો
સુરેન્દ્રનગર જિલ્લાના એસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરો ભરીને દોડતા ખાનગી વાહનો સામે એસટી અને ટ્રાફિક તંત્રે કાર્યવાહી કરી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી કુલ 10 વાહનો ડિટેઇન કરી અંદાજે રૂ. 1.20 લાખનો દંડ કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના એસટી ડેપો તેમજ પીકઅપ સ્ટેન્ડના વિસ્તારોમાંથી જ મુસાફરો ભરી જવાની ખાનગીવાહનો સામે ફરિયાદો ઉઠી છે. આથી જિલ્લામાં થોડા દિવસોથી આવા ચાલકો સામે એસટી અને સુરેન્દ્રનગર ટ્રાફિક તંત્ર દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાયુ છે.
આથી પોલીસ અધિક્ષક હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ટ્રાફિક પીએસઆઇ એન.એચ.સોલંકી, એસટીના કર્મચારી સાગરભાઇ તેમજ રામસંગભાઇ, સરદારસિંહ, રાજેશભાઈ, ટીઆરબી રોહિતભાઇ, રામસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરીને ખાનગીવાહનોમાં મર્યાદા કરતા વધુ લોકોને ભરીને દોડતા તેમજ ટ્રાફિક સહિતના નિયમોનું ઉલ્લઘન કરતા ચાલકો ઝપટે ચડી ગયા હતા. અને શુક્રવારે 7 સાત ઇકો કાર અને 3 સીટી રાઇટ બસને આરટીઓના મેમાં આપી સીટી એ ડિવીઝન તેમજ બી ડિવીઝન અને જોરાવરનગર પોલીસ સ્ટેશન ને સોંપી આપ્યા હતા. આ બનાવમાં કુલ 10 વાહનો ડિટેઇન કરી અંદાજે રૂ. 1,20,000નો દંડ કરાતા ખાનગી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.