સુરેન્દ્રનગર જિલ્લાના 63 ગામોના 140 આવાસોના લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર મળશે
સુરેન્દ્રનગર જિલ્લાના 63 ગામોના 140 આવાસોના લાભાર્થીઓને મળ્યું ઘરનું ઘર મળશે
લીંબડી તાલુકાના ટોકરાળા ગામે નવા આવાસમાં ગૃહ પ્રવેશ કરવાનો આનંદ વ્યક્ત કરતા લાભાર્થી પીતાંબરભાઈ જાદવ
- PM મોદી હસ્તે અંબાજી ખાતે થી 61,805 આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજ રોજ બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતેથી 61,805 આવાસોનું ઇ-લોકાર્પણ અને ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાનાં પ્રધામંત્રી આવાસ યોજનાના 63 ગામોનાં 140 આવાસોનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, લીંબડી, સાયલા, ચોટીલા, મુળી, ધ્રાંગધ્રા, દસાડા, લખતર, ચુડા તાલુકાઓનાં કુલ 63 ગામોના આવાસ યોજનાનાં 140 લાભાર્થીઓનાં આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ હેઠળ જિલ્લાના 6 સ્થળોએ લીંબડી પ્રાંત અધિકારીશ્રી વાય.જે.જાડેજા, વઢવાણ પ્રાંત અધિકારીશ્રી વી.એન સરવૈયા,
નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવી, નાયબ
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.ડી.ચાવડા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બી.જી.ગોહિલની ઉપસ્થિતિમાં
આવાસમાં આરતી અને પૂજા, રંગોળી અને દિપ પ્રગટાવવા, ચાવીની પ્રતિકૃતિ અને ચેક વિતરણ
તેમજ પરંપરાગત ગૃહ પ્રવેશ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
આ લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત લીંબડી તાલુકાના ટોકરાળા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જાદવ પીતાંબરભાઈએ પોતાના નવા આવાસમાં ગૃહ પ્રવેશ કર્યો હતો.
પોતાના નવા આવાસમાં ગૃહ પ્રવેશ કરવાનો આનંદ વ્યક્ત કરતા પીતાંબરભાઈએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી દ્વારા આજે અમારા નવા આવાસમાં ગૃહ પ્રવેશ કરાવવાનો અવસર મળ્યો તેની અનહદ ખુશી છે.
આજે અમારા જેવા સામાન્ય પરિવારોનું પોતાના ઘરના ઘરનું સપનું સરકારે પૂર્ણ કર્યું છે તે માટે અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને પંચાયત વિભાગના કર્મચારીશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ધ્રાંગધ્રાના ભરાડા ગામે ગટરમાંથી મળેલી સુજલને મુંબઈના દંપતિએ દત્તક લીધી