સુરેન્દ્રનગર જિલ્લામાં ગંગા સ્વરૂપા સહાય યોજના હેઠળ ૧૭૧૫૪ લાભાર્થીઓએ લાભ લીધો
- રાજ્ય સરકારે મહિલાઓના માટે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે.
- ગંગા સ્વરૂપા મહિલાઓને માસિક સહાય આપવામાં આવે છે.
- ફેબ્રુઆરી- ૨૦૨૧ માસના અંતે આશરે ૧૭૧૫૪ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે.
રાજ્ય સરકારે મહિલાઓના માટે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. મહિલા અને બાળ વિકાસ
વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા મહિલાઓ સ્વમાનભેર જીવન વ્યતીત કરી શકે તે હેતુથી ગંગા સ્વરૂપા સહાય યોજના
અમલી બનાવી છે જેમાં ગંગા સ્વરૂપા મહિલાઓને માસિક સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ફેબ્રુઆરી- ૨૦૨૧ માસના અંતે આશરે ૧૭૧૫૪ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે.
જે અન્વયે ગત ફેબ્રુઆરી માસના અંતે ચુડા તાલુકામાં ૧૨૫૩, ચોટીલા તાલુકામાં ૧૫૯૨, ધ્રાંગધ્રા તાલુકામાં ૧૪૦૫,
લખતર તાલુકામાં ૧૨૬૪, લીંબડી તાલુકામાં ૧૯૬૨, મુળી તાલુકામાં ૮૧૭, પાટડી તાલુકામાં ૨૫૬૪, સાયલા તાલુકામાં
૧૮૩૩, થાનગઢ તાલુકામાં ૧૧૬૯, વઢવાણ તાલુકામાં ૧૫૯૭ અને સુરેન્દ્રનગર સીટીમાં ૧૬૯૮ મળી કુલ ૧૭૧૫૪ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૪૫૬૧ વૃદ્ધોને રસી આપીને કોરોના મહામારી સામે