Botad – બોટાદના કુંભારા ગામે પીકઅપ વાને પલટી મારતા 2ના મોત, 25 લોકો ઇજાગ્રસ્ત

Photo of author

By rohitbhai parmar

Botad – બોટાદના કુંભારા ગામે પીકઅપ વાને પલટી મારતા 2ના મોત, 25 લોકો ઇજાગ્રસ્ત

Google News Follow Us Link

2 dead, 25 injured as pickup van overturns in Kumbhara village of Botad

ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પીકઅપ વાન પલ્ટી ખાઈ જતાં પિતા પુત્રીના ઘટનાસ્થળે મૃત્યું, ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

મોડી રાત્રીના વિંછીયાથી શ્રમિકો ભરેલ પીકઅપ વાન ધંધુકા તરફ જઈ રહ્યો હતો. ત્યારે બોટાદના કુંભારા ગામ નજીક ખોડીયાર મંદિરના બોર્ડ પાસે પહોંચતા પીકઅપ વાન પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રીના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે 20થી 25 લોકોને જેટલા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જેમાં કેટલાક શ્રમિકો ગંભીર રીતે ઘવાતા અમદાવાદ અને ભાવનગર ખાતે વધુ સારવાર અર્થે ખસેડ્યા છે. આ અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

2 dead, 25 injured as pickup van overturns in Kumbhara village of Botad

સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા પીકઅપ વાન પલટી મારી

બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના કુંભારા ગામ નજીક મોડી રાત્રીના પીકઅપ વાન પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતા-પુત્રીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. વિંછીયાથી શ્રમિકો ભરેલ પીકઅપ વાન ધંધુકા તરફ જઈ રહ્યો હતો. ત્યારે બોટાદ જિલ્લાના કુંભારા ગામ નજીક ખોડીયાર મંદિરના બોર્ડ પાસે ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા પીકઅપ વાન પલટી ખાઈ જતાં એક બાળકી અને એક યુવાનનું ઘટના સ્થળે મૃત્યું થયું હતું. જ્યારે 20થી 25 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી.

Mockdrill Organized- આઈઓસીની પાઈપમાં લીકેજથી આગ લાગતાં લેવલ 3ની ઇમરજન્સી લદાઈ

2 dead, 25 injured as pickup van overturns in Kumbhara village of Botad

તમામ શ્રમિકો મધ્યપ્રદેશના હતા

બોટાદના કુંભારા ગામ નજીક મોડી રાત્રીના અકસ્માત સર્જાતા સામાજીક આગેવાનો કિર્તીભાઈ ચાવડા સહિતના આગેવાનો મદદ માટે દોડી આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તમામ શ્રમિકો મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે.

2 dead, 25 injured as pickup van overturns in Kumbhara village of Botad

વધુ સારવાર અર્થે અમદાવાદ-ભાવનગર ખસેડ્યા

કુંભારા ગામ નજીક ખોડીયાર મંદિરના બોર્ડ પાસે થયેલ ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રીના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે 20-25 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રથમ પાળીયાદ અને ત્યારબાદ બોટાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ બાળકો અને બે વ્યક્તિઓ વધુ ગંભીર હોવાથી ભાવનગર અને અમદાવાદ ખસેડેલ હોવાની માહિતી મળી રહી છે.

Dumper caught fire – લીંબડી-બગોદરા હાઇવે પર ખનીજ ભરેલા ડમ્પરમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી

2 dead, 25 injured as pickup van overturns in Kumbhara village of Botad

Exam – આજે ઝાલાવાડના 128 કેન્દ્રો ઉપર 32,503 છાત્ર બોર્ડની પરીક્ષા આપશે

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link