વડોદરામાં 4 ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, ગણેશ પંડાલ તૂટતા બે લોકો ઈજાગ્રસ્ત

Photo of author

By SOHAM 24 NEWS

વડોદરામાં 4 ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, ગણેશ પંડાલ તૂટતા બે લોકો ઈજાગ્રસ્ત

વડોદરામાં ચોમાસાની સેકન્ડ ઈનિંગમાં પહેલીવાર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ચોમાસામાં પહેલીવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. વડોદરામાં રાતભરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. હાલમાં સવારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલકાપુરી રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ પાણી ભરાયા છે.

  • વડોદરામાં રાતભરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.
  • ચોમાસામાં પહેલીવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા
  • અલકાપુરી રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ પાણી ભરાયા
  • રોડ અને લોકોના ઘરોમાં પાણી ભરાયા છે.

વડોદરામાં 4 ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, ગણેશ પંડાલ તૂટતા બે લોકો ઈજાગ્રસ્ત

વડોદરામાં ચોમાસાની સેકન્ડ ઈનિંગમાં પહેલીવાર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ચોમાસામાં પહેલીવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. વડોદરામાં રાતભરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. હાલમાં સવારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલકાપુરી રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ પાણી ભરાયા છે.

લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યું: 
વડોદરામાં મેઘરાજા (monsoon) ની તોફાની બેટિંગ બાદ પાદરામાં આખા દિવસમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. વડોદરામાં રાત્રે વરસેલા વરસાદના કારણે રોડ અને લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. વાઘોડિયા રોડ, ઉમા ચાર રસ્તા પર ચારેતરફ પાણી ભરાયા છે. આજવા રોડ પર આવેલી વિનય સોસાયટીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. લોકોની ઘરવખરી પણ વરસાદી પાણીમાં પલળી ગઈ છે. રાતભર લોકોએ ઘરમાંથી પાણી બહાર કાઢ્યું હતું. તો બીજી તરફ, દર વર્ષની જેમ રાજમહેલ રોડ પર આવેલી રાજસ્થંભ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે. લોકોના ઘરમાં વરસાદના પાણી ઘૂસ્યા છે.

ભારે વરસાદથી ગણેશ પંડાલ તૂટ્યું:
વડોદરામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા. રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં પાણી ભરાયા હતા. જેથી પાણી ભરાતાં ગરનાળું બંધ કરવામાં આવ્યું હતું. અલકાપુરીથી રેલવે સ્ટેશનને જોડતુ આ ગરનાળું ભારે વરસાદ (Mosoon 2021) માં હંમેશા પાણીથી ભરાઈ જાય છે. તો બીજી તરફ, ભારે વરસાદના કારણે ‘કાલુપુરા ચા લંબોદર ગ્રૂપ’નું ગણેશ પંડાલ પણ તૂટ્યું હતું. પંડાલ તૂટતાં બે કાર્યકરોને નજીવી ઈજા પહોંચી હતી. જોકે, ગણેશજી મૂર્તિ સુરક્ષિત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Ganesh Chaturthi 2021 : શ્રીગણેશ કેમ કહેવાયા એકદંત ? જાણો ગજાનનના એકદંત બનવાની ચાર રોચક કથા

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક