Site icon સોહમ 24 ન્યુઝ

74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લાનાં 60થી વધુ અધિકારીઓ-કર્મચારીઓનું બહુમાન કરાયું

74th Republic Day Celebrations – 74મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જિલ્લાનાં 60થી વધુ અધિકારીઓ-કર્મચારીઓનું બહુમાન કરાયું

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરજમલજી હાઇસ્કુલ – પાટડી ખાતે કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે જિલ્લાનાં 60 થી વધુ અધિકારી-કર્મચારીઓનું ઉત્તમ કામગીરી કરવા બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી આ 60 થી વધુ કર્મયોગીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રીએ આ તમામ અધિકારીઓ-કર્મચારીઓને અભિનંદન પાઠવતા આ જ પ્રમાણે સારી કામગીરી કરતા રહેવા અને અન્યોને માટે પ્રેરણારૂપ બનવા જણાવ્યું હતું.

સરકારની કલ્યાણકારી યોજનાઓનાં પ્રચાર-પ્રસાર સંબંધિત સારી કામગીરી બદલ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીનાં કર્મચારીઓને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરાયા હતા

આ પ્રસંગે સરકારની કલ્યાણકારી યોજનાઓનાં પ્રચાર-પ્રસાર સંબંધિત ઉત્તમ કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરીના સિનિયર સબ એડિટર શ્રી શક્તિ મુંધવા, માહિતી મદદનીશ શ્રી અરૂણા ડાવરાને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ખાતે કલેકટર કે.સી સંપટનાં અધ્યક્ષસ્થાને 74મા પ્રજાસત્તાક પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version