સાયલા ખાતે તાલુકા જીમ સેન્ટર માટે વિવિધ સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવાઈ
- સાયલા ખાતે તાલુકા જીમ સેન્ટર માટે વિવિધ સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવાઈ
- જે અન્વયે વર્ષ- ૨૦૧૯-૨૦ માટે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની પસંદગી કરવામાં આવેલ છે.
- ગુજરાતના તમામ તાલુકામાં જીમ સેન્ટરો કાર્યરત કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના રમત ગમત યુવા અને
સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ- ગાંધીનગર દ્વારા ગુજરાતના નાગરીકોના શારીરીક સ્વાસ્થ્યને મજબૂત કરવાના શુભ
આશયથી પ્રતિવર્ષ ગુજરાતના તમામ તાલુકામાં જીમ સેન્ટરો કાર્યરત કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.
જે અન્વયે વર્ષ- ૨૦૧૯-૨૦ માટે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની પસંદગી કરવામાં આવેલ છે. આ જીમ સેન્ટર માટે જીમ સાધનો ફીટ કરવા તેમજ સરકારશ્રીના નિયમોનુસાર તેની સંપૂર્ણ જાળવણી અને નિભાવ કરવા માટે જરૂરી બિલ્ડીંગ, હોલ, લાઈટીંગ, સીસીટીવી, પાણી, સાફ-સફાઈ તેમજ જરૂરી સ્ટાફ ધરાવતી સરકારી સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, સરકારી કે અર્ધ સરકારી માધ્યમિક શાળાઓ વગેરેને આગામી તા. ૨૫-૩-૨૦૨૧ સુધીમાં અરજી કરવાની રહેશે.
વધુમાં જણાવ્યા પ્રમાણે આ અરજી સભ્યસચિવ અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર બ્લોકનં. એ- પ, ગ્રાઉન્ડ ફલોર, બહુમાળી ભવન, ખેરાળી રોડ, પોસ્ટ-રતનપર, સુરેન્દ્રનગર સરનામાં પર તમામ જરૂરી સુવિધાઓની માહિતી, સંમતિ કે ઠરાવ, સંપૂર્ણ સરનામાં તેમજ સંપર્ક નંબર સાથે મોકલવાની રહેશે.
*નિતિન રથવી*
ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા