Action – વઢવાણમાં ખેડૂતોનો રસ્તો બંધ કરનારા બિલ્ડર પર ફોજદારી કાર્યવાહી

Photo of author

By rohitbhai parmar

Action – વઢવાણમાં ખેડૂતોનો રસ્તો બંધ કરનારા બિલ્ડર પર ફોજદારી કાર્યવાહી

લો બોલો…શહેરના નમી બિલ્ડરે મામલતદાર કચેરીએ સ્થળતપાસ બાદ લગાવેલી નોટીસને હટાવી દઈને ખેડૂતોની અવરજવરનો રસ્તો ખોદી નાંખ્યો હતો!

Google News Follow Us Link

Criminal action against builder who blocked farmer's road in Wadhwan

બિલ્ડરે લીધેલી જમીન ઉપરાંત ખેડૂતોની સીમમાં આવવા-જવાના રસ્તાની જમીન પર ડોળો જમાવ્યો હતો. ખેડૂતોએ જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર સમક્ષ ઘા નાંખતા મામલતદારને મોકલી રસ્તો ખુલ્લો કરાવાયો.

વઢવાણ કોઠારિયા રોડ ઉપર શહેરના નામાંકિત બિલ્ડરે લીધેલી જમીન બિન ખેતી કરાવ્યા બાદ લીધેલી જમીનની બાજુમાંથી અનેક ખેડૂતોના ખેતરોમાં જવાનો રસ્તો જતો હતો.

ત્યાં મામલતદાર ઓફીસ દ્વારા નોટીસ લગાવેલી હોવા છતાંય બિલ્ડરે તાત્કાલિક ખોદી નાંખી ગેરકાયદેસર કબજો જમાવવાનો પ્રયાસ કરતા ક્લેકટરના માર્ગદર્શન હેઠળ વઢવાણ મામલતદારે તાત્કાલિક રસ્તો ખોલાવી બિલ્ડર સામે પોલીસ ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી ગઈ છે.

SURENDRANAGAR- નકટીવાવ મેલડીમાં મંદિરે જતો રસ્તો બંધ કરાતા ખેડૂતો ખફા

પ્રાપ્ત વિગતો અનુસાર બિલ્ડરોએ ખરીદેલી જમીનની આજુબાજુમાં કબજો જમાવી રસ્તા બંધ કરવા, નકશામાં ફેરફર કરવા અને વધારાના બાંધકામ કરવા અમુક બિલ્ડરો ટેવાયેલા હોય છે.

ત્યારે વઢવાણ કોઠારિયા રોડ ઉપર ખેડૂતોનો રસ્તો બંધ કરી દીધાની અધિક કલેકટર ઓઝાને રજૂઆત બાદ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ કોઠારિયા રોડ ઉપર કેમ્બ્રિજ કોલેજની સામે ઝેટકો પાસે વઢવાણ સર્વે નંબર 2759/4ની જમીન ઉપર શારદાબેન ડાયાભાઇ સહિતનાને વઢવાણ મામલતદાર ઓફિસ દ્વારા આ જગ્યા ઉપર જરૂરી કાર્યવાહી ન કરાય ત્યાં સુધી બાંધકામ કે કોઈ કાર્યવાહી ન કરવા લેખિત અને પત્ર લગાવી સુચના અપાઈ હતી.

ત્યારબાદ ત્રણ દિવસ બાદ આ જગ્યા ઉપરથી મામલતદાર ઓફિસ દ્વારા લગાવેલી નોટીસ સ્થળ ઉપરથી દૂર કરી દેવાઈ હતી અને ખેડૂતોના ખેતરોમાં જવાના રસ્તે ગટર ખોદી નાંખી તાર ફેન્સિગ કરી પથ્થર નાંખી દઇ માટી બૂરાણ કરી રસ્તો જ બંધ કરી દીધો હતો.

WADHWAN – સમસ્યાગ્રસ્ત વઢવાણનું સુડવેલ, 10 સોસાયટીના રસ્તા પર ગટરના પાણી

આ ગંભીર બાબતની જિલ્લા કલેકટર કે. સી. સંપટ અને અધિક જિલ્લા કલેકટર આર.કે.ઓઝાને જાણ કરતાની સાથે જ ખેડૂતોના હિતમાં તાત્કાલિક ગેરકાયદે રીતે રસ્તો ખોદનાર અને તંત્રના આદેશનું ઉલ્લઘન કરનાર જમીન માલિક સામે ફરિયાદ કરી રસ્તો ખુલ્લો કરવાનો આદેશ અપાતાની સાથે જ વઢવાણ મામલતદાર પી. એમ. અટારાએ જમીન માલિક સામે ફરિયાદ દાખલ કરવા માટે જવાબ લેવા જતા જાણ થઈ કે આ જમીન પાંચ માસ પહેલા બાનાખતથી બિલ્ડર રાજુભાઈ આહિરને વેચી દીધી છે.

જે પુરાવાના આધારે વઢવાણ મામલતદાર પી. એમ. અટારાએ વઢવાણ પોલીસ સ્ટેશનમાં બિલ્ડર રાજુભાઈ આહીર અને અજાણ્યા શખ્સ સામે કલમ 126(1), 199(એ), 233, 54 એન.એસ. હેઠળ ગુનો દાખલ કરતા બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયેલ છે.

ખેડૂતોનો વર્ષો જૂનો રસ્તો બંધ કરી દેતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ

વઢવાણ મામલતદાર પી.એમ.અટારાએ જણાવેલ કે અમે લગાવેલી નોટીસ દૂર કરી ખેડૂતોના રસ્તામાં અવરોધ ઉભા કર્યાની જાણ થતાની સાથે જ રસ્તો ખુલ્લો કરાવી જમીન માલિકની પુછપરછ જમીન ખરીદેલા બિલ્ડર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે.

VASTADI – સુરેન્દ્રનગરના વસ્તડી ગામે ડાયવર્ઝન ધોવાઈ જતા સ્કૂલ બસ ફસાઈ, ગામલોકોએ બાળકોને બારીમાંથી કાઢી રેસ્ક્યુ કર્યા

સરકારી નોટીસની ઐસીતૈસી કરી તો તંત્રે બિલ્ડરને પાઠ ભણાવ્યો

ખેતરો જવાના રસ્તે સ્થાનિક મામલતદાર કચેરી દ્વારા નોટીસ લગાવી રૂબરૂ સ્પષ્ટ શબ્દો જણાવ્યું હતું કે જરૂરી કાર્યવાહી ના કરાય ત્યાં સુધી બાંધકામ શરુ ન કરવું કે કોઈ કાર્યવાહી ન કરવી.

એના બદલે બિલ્ડરે સરકારી આદેશની ઐસીતૈસી કરી નોટીસ દૂર કરી રસ્તો ખોદી નાંખી ફેન્સિગ પણ કરી દીધી હતી.

આમ સરકારી આદેશનો ઉલાળીયો કરવાની હિંમત રાખતો બિલ્ડર ખેડૂતોનું ક્યાંથી સાંભળે? પરંતુ જિલ્લા કલેકટર, અધિક કલેકટર અને વઢવાણ મામલતદારે રસ્તો ખુલ્લો કરાવી તાત્કાલિક ન્યાય અપાવતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી હતી.

આ ઉપરાંત બિલ્ડર સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી જિલ્લામાં બીજા ખેડૂતો સામે કોઈ રસ્તો દબાવવાની હિંમત ના કરે એવો દાખલો બેસાડી દીધો છે.

‘VICKY VIDYA KA WOH WALA VIDEO’- રાજકુમાર- તૃપ્તિ ડિમરીની કેમેસ્ટ્રી જોરદાર; ફર્સ્ટ હાફ મસ્ત, ફિલ્મ જોવી જોઈએ કે નહીં?

સંદેશ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link