સૌથી વધુ મહેનતુ પરંતુ મહેનતાણું સૌથી ઓછુ
આ રિપોર્ટમાં દેશોને કુલ માસિક લઘુત્તમ વેતન સ્તર ના આધારે ક્રમ આપવામાં આવે છે
- જાણો એક ભારતીયની માસિક
- મહેતન કરવામાં ભારતીય લોકો સૌથી વધુ આગળ છે
- ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇજેશન…
- આ રિપોર્ટ મુજબ કોરોના મહામારીકાળમાં
સમગ્ર દુનિયામાં ભારતીય લોકો સૌથી વધુ મહેનતુ પરંતુ મહેનતાણું સૌથી ઓછુ, જાણો એક ભારતીયની માસિક કમાણી કેટલી ?
Mumbai:મહેતન કરવામાં ભારતીય લોકો સૌથી વધુ આગળ છે અને વિશ્વમાં સૌથી વધુ મહેનતુ લોકોમાં ગણતરી થાય છે. પરંતુ મહેનતના બદલામાં વળતર એટલે કે પગારના મામલે ભારતીયો એટલા નસીબદાર નથી. વિશ્વમાં સૌથી વધુ મહેનતુ ગણાતા ભારતીયોને દુનિયામાં સૌથી ઓછુ મહેનતાણું મળે છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇજેશનના રિપોર્ટમાં આ ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇજેશન (ILO આઈ એલ ઑ ) ની મુજબ ભારતીયો દુનિયાના અન્ય દેશોની તુલનાએ વધારે કામ કરે છે, પરંતુ તેની કમાણી દુનિયાના અન્ય દેશોના લોકોની તુલનાએ અત્યંત ઓછી છે. સરેરાશ એક ભારતીય એક સપ્તાહમાં ૪૮ કલાક મહેનત કરે છે. દુનિયાના માત્ર ૪ એવા દેશો છે જ્યાંના લોકો ભારતીયોની તુલનાએ વધારે કામગીરી કરે છે, આ દેશોના નામ છે, ગામ્બિયા, મોંગોલિયા, માલદિલ્વ અને કતાપ). જેમાં કતાર એક એવો દેશ છે જ્યાંની ૨૫ ટકા વસ્તી ભારતીય છે.
આ રિપોર્ટ મુજબ કોરોના મહામારીકાળમાં ભારતીય દુનિયાના સૌથી ઓછી કમાણી કરનાર દેશોની યાદીમાં શામેલ છે. આ રિપોર્ટમાં દેશોને કુલ માસિક લઘુત્તમ વેતન સ્તર ના આધારે ક્રમ આપવામાં આવે છે. આ રિપોર્ટ મુજબ એક ભારતીય દર મહિને ૨૧૫ ડોલર (૧૮,૮૨૩ રૂપિયા)ની કમાણી કરે છે. માત્ર બાંગ્લાદેશ જ આ યાદીમાં ભારતીયો કરતા નીચે છે. શહેરી વિસ્તારના સ્વ-રોજગાર લોકો સપ્તાહમાં ૫૫ કલાક મહેનત કરે છે. જ્યારે ગ્રામીણ વિસ્તારના લોકો ૪૮ કલાક જ કામ કરે છે. ભારતીય લોકો આરામ અને તણાવમુક્તી માટે બહુ ઓછો કાઢી શકે છે. જેનાથી તેમના જીવનના સંતુલનને નુકસાન પહોંચે છે. ભારતીયો પોતાના દિવસના દસમાં ભાગ કરતા પણ ઓછો સમય મોજમસ્તી પાછળ વિતાવે છે. મહિલાઓની સ્થિતિ તો પુરુષો કરતા પણ અત્યંત ખરાબ છે.
નવા લેબર કોડમાં કેન્દ્ર સરકારે કંપનીઓને સપ્તાહમાં ૪ દિવસ જ કામકાજ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પરંતુ કર્મચારીઓના કામકાજના કલાકો એક સપ્તાહમાં ૪૮કલાકથી વધારે હોવા જોઇએ નહીં એટલે કે એક દિવસમાં કામકાજનો સમયગાળો ૧૨ કલાક થઇ શકે છે.