બેકાબુ કોરોના સંક્રમણને અટકાવવા સરકારે શું લીધા નિર્ણય?

Photo of author

By SOHAM 24 NEWS

બેકાબુ કોરોના સંક્રમણને અટકાવવા સરકારે શું લીધા નિર્ણય?

  • કોરોના સંક્રમણ અટકાવવા સરકારે મહત્વના નિર્ણય લીધા છે
  • એપ્રિલ અને મે મહિના દરમિયાન ધર્મસ્થાનકોને બંધ રાખવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક ધર્મના વડાઓને અનુરોધ કર્યો
  • ખુલ્લી જગ્યામાં કોઈ પણ કારણોસર 50 થી વધુ લોકો એકત્રિત નહીં થઈ શકે
  • લગ્નમાં 14 તારીખ થી 50 વ્યક્તિથી વધારે વ્યક્તિ લગ્નમાં હાજર નહીં રહી શકે
  • જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારોહ, જન્મદિવસની જાહેરમાં ઉજવણી એ સંપૂર્ણ બેન્ડ કરવામાં આવે છે
બેકાબુ કોરોના સંક્રમણને અટકાવવા સરકારે શું લીધા નિર્ણય?
બેકાબુ કોરોના સંક્રમણને અટકાવવા સરકારે શું લીધા નિર્ણય?

કોરોના સંક્રમણ અટકાવવા સરકારે મહત્વના નિર્ણય લીધા છે. રાજ્યના તમામ વિસ્તારમાં ખાનગી ઓફિસમાં પણ એક સમયે 50 ટકાથી વધુ કર્મચારીઓ હાજર નહીં રહી શકે કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે ખાનગી ઓફિસરો એ પણ તેમના કર્મચારીઓને એકાંતરે હાજર રહેવાની સૂચના આપવી પડશે એપ્રિલ અને મે મહિના દરમિયાન ધર્મસ્થાનકોને બંધ રાખવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેક ધર્મના વડાઓને અનુરોધ કર્યો.

સાથે જ દરેક ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર એપ્રિલ અને મે મહિના માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે લોકો આસ્થા મુજબ ઘરમાં જ તહેવારોની ઉજવણી કરે એ મુખ્યમંત્રી અપીલ કરી છે તો લગ્ન સમારોહ કે પછી ખુલ્લી જગ્યામાં કોઈ પણ કારણોસર 50 થી વધુ લોકો એકત્રિત નહીં થઈ શકે.

નિયમ ૧૪મી એપ્રિલથી લાગુ પડશે રાત્રી કર્ફ્યુ દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહીં મૃત્યુના કિસ્સામાં અંતિમક્રિયામાં પણ 50 થી વધારે વ્યક્તિને એકત્રિત નહીં કરી શકાય જાહેરમાં રાજકીય-સામાજિક ધાર્મિક કાર્યક્ર્મ યોજવા, સત્કાર સમારોહ યોજવા કે અન્ય મેળાવળાઓ યોજવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં રાત્રિ કર્ફ્યૂના પહેલા દિવસે નવાણું પોઇન્ટ નવાણું ટકા રાત્રિ કરફ્યુનો અમલ જોવા મળીયો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, હવેથી લગ્નમાં 14 તારીખ થી 50 વ્યક્તિથી વધારે વ્યક્તિ લગ્નમાં હાજર નહીં રહી શકે 50 લોકો વચ્ચે લગ્ન પુરા કરવાના રહેશે એ સંખ્યા પણ 200 માંથી ઘટાડી અને 50 ની કરવામાં આવી છે.

જાહેરમાં રાજકીય, સામાજિક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારોહ, જન્મદિવસની જાહેરમાં ઉજવણી એ સંપૂર્ણ બેન્ડ કરવામાં આવે છે 30 એપ્રિલ સુધી આ બધી વસ્તુ બેન્ડ કરવામાં આવે છે.

હવે અમે નિર્ણય કરીએ છીએ કે સરકારી, અર્ધસરકારી અને બોર્ડ નિગમોની તમારા ઓફિસમાં ખાનગી ઓફિસોમાં પણ હવેથી 50 ટકા સ્ટાર્ફ કામમાં આવે 50 ટકા ઓલ્ટર્નેટ બે કામ કરે એનું નોટિફિકેશન પણ બહાર પાડી.

વધુ સમાચાર માટે…

પાટડી સરકારી હૉસ્પિટલમાં સોનોગ્રાફી – ઇકો મશીનના અભાવે હાલાકી