વઢવાણ સુરેન્દ્રનગરના જોરાનગર ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
- સુરેન્દ્રનગરના જોરાનગર ખાતે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુથી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
- જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધતું જઇ રહ્યું છે
- મોટી સંખ્યામાં લોકો દ્વારા આ ઉકાળાનું સેવન પણ કરવામાં આવ્યું છે
સુરેન્દ્રનગરના જોરાનગર ખાતે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુથી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધતું જઇ રહ્યું છે ત્યારે લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી જોરાવનગર ગામમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે.
ત્યારે આ ઉકાળનું વિતરણ ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવનગર ગામના કોર્પોરેટર હિતેન્દ્રસિંહ ચાવડા, નિખિલભાઇ ચાપાનેરી, ભાવેશભાઇ પ્રજાપતિ તથા સાથી કર્મચારીઓ અને ભાજપના આગેવાનો દ્વારા જોરાવનગર ખાતે આજે વહેલી સવારે રોગપ્રતિકારક શક્તિ વધે તે હેતુથી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં કોવિડની સારવાર કરાવતા દર્દીઓ માટે વિનામૂલ્યે ટિફિન સેવા શરૂ કરાઈ
મોટી સંખ્યામાં લોકો દ્વારા આ ઉકાળાનું સેવન પણ કરવામાં આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ જિલ્લામાં સુધરે અને લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુથી જોરાનગર ગામમાં ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને લોકોએ આ બાબતે લાભ પણ ઉઠાવ્યો છે.
રાજકોટ શહેરમાં રાત્રી કર્ફ્યુમાં બર્થડે ની ઉજવણી કરતા ઝડપાયા હતા