વલસાડ શહેર નજીક આવેલી ઘડોઈ પ્રાથમિક શાળામાં આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરાશે
- ઘડોઈ પ્રાથમિક શાળામાં આઇસોલેશન સેન્ટરની શરૂઆત
- ઓછા લક્ષણો ધરાવતાં કોરોના સંક્રમિત દર્દીઓને આઇસોલેટ કરવા પ્રાથમિક શાળાઓમાં આઇસોલેશન સેન્ટર શરૂ
વલસાડ શહેર નજીક આવેલી ઘડોઈ પ્રાથમિક શાળામાં આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરાશે. વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ ધ્યાને રાખી જિલ્લા કલેકટર આર.આર.રાવલએ તાલુકાના વિવિધ વિસ્તારોમાં ઓછા લક્ષણો ધરાવતાં કોરોના સંક્રમિત દર્દીઓને આઇસોલેટ કરવા તાલુકાના વિવિધ વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવાની કામગીરી હાથ ધરી છે.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વધતા જતા કોરોનાને લઈને સિનિયર સિટિઝન દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી
જેને લઇ વલસાડ તાલુકાના ઘડોઈ પ્રાથમિક શાળામાં આઇસોલેશન સેન્ટરની શરૂઆત સ્થાનિક અગ્રણીઓ સાથે મળી કોરોના ઓછા લક્ષણો ધરાવતાં સંક્રમિત દર્દીઓ માટે આઇસોલેશનમાં રાખવા માટે કેર સેન્ટરની શરૂઆત આગામી દિવસોમાં કરવામાં આવશે સ્થાનિક આગેવાનોની મદદ વડે સંપુર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છી. તેમ જિલ્લા પંચાયતના સભ્યો કેયુર પટેલે જણાવ્યું છે.