ભાસ્કર એક્સપ્લેનર: યુદ્ધ માટેના રિઝર્વ ઓઇલનો ઉપયોગ કરીને મોંઘવારીનો સામનો કરશે અમેરિકા; રશિયા, સાઉદી અરેબિયા જેવા દેશ કેમ કરે છે વિરોધ?

Photo of author

By SOHAM 24 NEWS

ભાસ્કર એક્સપ્લેનર: યુદ્ધ માટેના રિઝર્વ ઓઇલનો ઉપયોગ કરીને મોંઘવારીનો સામનો કરશે અમેરિકા; રશિયા, સાઉદી અરેબિયા જેવા દેશ કેમ કરે છે વિરોધ?

Google News Follow Us Link

ભાસ્કર એક્સપ્લેનર: યુદ્ધ માટેના રિઝર્વ ઓઇલનો ઉપયોગ કરીને મોંઘવારીનો સામનો કરશે અમેરિકા; રશિયા, સાઉદી અરેબિયા જેવા દેશ કેમ કરે છે વિરોધ?

  • અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં મોંઘવારીના રેકોર્ડ તૂટી રહ્યા છે.
  • બાઈડન શાસન મોંઘવારી અંગે થઈ રહેલી ટીકા ઓછી કરવામાં લાગ્યું છે.
  • SPRનું ઓઈલ અમેરિકન બજારમાં આવતાં માત્ર 13 દિવસ લાગે છે.
  • SPR દરરોડ 4.4 મિલિયન બેરલ ઓઈલ સપ્લાય કરી શકે છે.

અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં મોંઘવારીના રેકોર્ડ તૂટી રહ્યા છે. એનો સામનો કરવા માટે અમેરિકાની બાઈડન સરકાર પોતાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SRP)ના ઉપયોગ અંગે વિચાર કરી રહી છે. જો એવું બને તો ઓઈલની કિંમતો ઘટશે. ઓઈલની કિંમતો ઘટવાથી મોંઘવારી પર નિયંત્રણ આવી શકે છે.

એક્સપર્ટ્સ કહે છે કે અમેરિકાનું આ પગલું અમેરિકન ઓઈલની કિંમતો પર લોંગ ટર્મ ઈમ્પેક્ટ નહીં આપે. જે ઓક્ટોબરમાં જ ગત સાત વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી હતી. એ સમયે અમેરિકન ઓઈલ 85 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું હતું.

અમેરિકા પેટ્રોલિયમ પદાર્થોમાં કેટલી હિસ્સેદારી રાખે છે? શું અમેરિકાના આ પગલાથી મોંઘવારી ઘટી શકે છે? શું અગાઉ પણ અમેરિકાએ ક્યારેય આવાં પગલાં ઉઠાવ્યાં છે. જો હા, તો એની અસર શી થઈ છે? ભારત સહિત દુનિયાના બાકીના દેશો પર એની શી અસર થશે? જે અન્ય ઓઈલઉત્પાદક દેશ છે તેમના પર એની શી અસર થશે? આવો, જાણીએ…

અમારે કોઈનું ધર્મપરિવર્તન નથી કરવું, પરંતુ જીવવાની પદ્ધતિ શીખવવી છેઃ મોહન ભાગવત

વાસ્તવમાં અમેરિકામાં આગામી વર્ષે મધ્યવર્તી ચૂંટણી થવાની છે. એ પહેલાં બાઈડન શાસન મોંઘવારી અંગે થઈ રહેલી ટીકા ઓછી કરવામાં લાગ્યું છે. આ પગલું એ માટે ઉઠાવાયું છે. આ સાથે જ બાઈડન સરકારને એમ કહેવાનો મોકો મળી જશે કે તે રશિયા અને સાઉદી અરેબિયાના દબાણમાં ન આવ્યું. આ બંને દેશ ઓઈલ નિકાસકાર દેશોના સમૂહ ઓપેકસનો હિસ્સો છે. બંને દેશે વૈશ્વિક બજારમાં વધુ ઓઈલ પંપ કરવામાં અમેરિકન કૉલનો વિરોધ કર્યો હતો.

ક્યારે બનાવાયું હતું SPR?

અમેરિકાએ 1975માં SPRની રચના કરી હતી. એ સમયે અરેબિયન દેશોના ઓઈલ પ્રતિબંધોએ કાચા ઓઈલના ભાવમાં ભારે વધારો કર્યો. એનાથી અમેરિકન અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું. એના પછીથી જ્યારે પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે-ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિઓએ આ SPRનો ઉપયોગ કર્યો. એના દ્વારા અમેરિકા ઉત્પાદન વધારીને ઓઈલના બજારમાં કિંમતોને નિયંત્રણમાં રાખે છે.

SPR પાસે કેટલા ઓઈલનું નિયંત્રણ હોય છે?

અમેરિકાના લુસિયાના અને ટેક્સાસ કોસ્ટ સ્થિત ચાર અત્યંત સુરક્ષિત સ્થળ પર ઓઈલના 606 મિલિયન બેરલ રિઝર્વમાં છે. આ એટલું ઓઈલ છે જેનાથી અમેરિકાની 1 મહિનાની જરૂરિયાત પૂરી કરી શકાય છે. ટેક્સાસની એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન કંપની ફ્લૂઓર કોર્પ SPRને મેનેજ કરે છે અને એનું ઓપરેશન સંભાળે છે. આ સાથે જ અમેરિકા દેશના ઉત્તર-પૂર્વમાં હીટિંગ ઓઈલ અને ગેસોલીનનું રિઝર્વ પણ રાખે છે.

અત્યંત દુ:ખદ સમાચાર, અનુપમા શોની આ અભિનેત્રીનું નિધન, શોકમાં ડૂબી ‘અનુપમા’

SPRનું ઓઈલબજારમાં કઈ રીતે આવે છે?

અમેરિકન રિફાઈનરી અને પેટ્રોકેમિકલ સેન્ટર પાસે હોવાનું કારણ SPR દરરોડ 4.4 મિલિયન બેરલ ઓઈલ સપ્લાય કરી શકે છે. રાષ્ટ્રપતિએ નિર્ણય લીધા પછી SPRનું ઓઈલ અમેરિકન બજારમાં આવતાં માત્ર 13 દિવસ લાગે છે.

આ માટે ત્યાંનો એનર્જી ડિપાર્ટમેન્ટ સામાન્ય રીતે ઓનલાઈન ઓક્શન કરે છે. એમાં એનર્જી કંપનીઓ બોલી લગાવે છે. એમાં એ કરાર થાય છે કે ઓઈલ કંપનીઓ ક્રૂડ લેશે, પરંતુ તેમને પછી એને વ્યાજ સહિત પરત આપવાનું રહેશે.

1975થી રચના થયા પછી અમેરિકન રાષ્ટ્રપતિઓએ ત્રણ વખત SPRમાંથી ઈમર્જન્સી રિલીઝ કર્યું છે. છેલ્લે 2011માં એવું કરવામાં આવ્યું હતું. એ સમયે ઓપેક દેશ લિબિયા વિરુદ્ધ અમેરિકા યુદ્ધ કરી રહ્યું હતું. આ રીતે 1991ના ખાડી યુદ્ધ અને 2005માં આવેલું વિનાશકારી તોફાન કેટરિના પછી પણ ઓઈલની કિંમતોને કાબૂમાં રાખવા માટે SPRમાંથી ઓઈલ રિલીઝ કરવામાં આવ્યું. જોકે ઓઈલની અદલાબદલી ઘણીવાર થઈ છે. વીતેલા સપ્ટેમ્બરમાં હેરિકેન તોફાન પછી પણ એવું બન્યું હતું.

ભાસ્કર એક્સપ્લેનર: યુદ્ધ માટેના રિઝર્વ ઓઇલનો ઉપયોગ કરીને મોંઘવારીનો સામનો કરશે અમેરિકા; રશિયા, સાઉદી અરેબિયા જેવા દેશ કેમ કરે છે વિરોધ?

 

આ વખતે શું અલગ થવા જઈ રહ્યું છે?

અમેરિકન કોંગ્રેસે હાલનાં વર્ષોમાં SPRના મોડર્નાઈઝેશન અને સરકારી કાર્યક્રમોની ચુકવણી સાથે સંકળાયેલા બે કાયદા પસાર કર્યા છે. આ કાયદાઓ પછી સરકારને એ અધિકાર મળી ગયો કે તે SPRને માત્ર ઈમર્જન્સીની સ્થિતિમાં સેલ કરવાના સ્થાને ગમે ત્યારે પણ વેચી શકે છે. કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે 30 મિલિયન બેરલ SPRને 2025 સુધી વેચવાનું રહેશે. જોકે કોંગ્રેસે એ નક્કી નથી કર્યું કે એ ક્યારે વેચવામાં આવે.

અન્ય દેશો પણ શું આ પ્રકારનું સ્ટ્રેટેજિક રિઝર્વ રાખે છે?

અમેરિકા ઉપરાંત ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના 29 સભ્ય દેશો પણ ઈમર્જન્સી રિઝર્વ રાખે છે. આ દેશોની પાસે 90 દિવસની નેટ ઓઈલ ઈમ્પોર્ટ જેટલું ઓઈલ ઈમર્જન્સી રિઝર્વમાં હોય છે. આ દેશોમાં બ્રિટન, જર્મની, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ સામેલ છે. આ રિઝર્વની પ્રથમવાર હરાજી આ વર્ષે સપ્ટેમ્બરમાં થઈ હતી.

એટલે સુધી કે ભારત પણ IEAનું સભ્ય છે. ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું ઈમ્પોર્ટર અને ગ્રાહક છે. ભારત પણ પોતાની પાસે રિઝર્વ રાખે છે.

કંગના બાદ હવે કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે આઝાદી અંગે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link