ડ્રિમ જોબ: માત્ર ફૂડ ટેસ્ટ કરવા માટે લગભગ 1 લાખ રૂપિયા સેલરી મળશે, આ જોબ માટે કેવી રીતે અપ્લાય કરવું જાણો
- McDonald’s, Greggs અને Subway ખાવાનું ટેસ્ટ કરવા માટે પૈસાની ઓફર આપી રહી છે
- ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી વધુ ન હોવી જોઈએ
જો તમને ફાસ્ટ ફૂડ ખાવાનો શોખ છે તો તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે એક કંપની McDonald’s, Greggs અને Subway ખાવાનું ટેસ્ટ કરવા માટે લગભગ 1 લાખ રૂપિયા આપી રહી છે.
યૂકે બેસ્ડ માર્કેટપ્લેસ વેબસાઈટ MaterialsMarket.com 6 ‘ટેકઅવે ટેસ્ટર્સ’ની એક ટીમ બનાવવા માટે લોકોને હાયર કરી રહી છે. આ લોકો બિઝનેસમેન માટે બેસ્ટ ફાસ્ટ ફૂડ ઓપ્શનની તપાસ કરશે. આ બદલે તેમને પૈસા પણ આપવામાં આવશે. આ પ્રક્રિયા એક મહિના સુધી ચાલશે અને એક્સપિરિમેન્ટ દરમિયાન અલગ અલગ ફૂડ્સ ટેસ્ટ કરવાનાં પૈસા મળશે.
જોબ માટે કોઈ અનુભવની જરૂર નથી :
આ મિલમાં Greggs Sausageનાં Omelette Breakfast Baguette, McDonaldની Big Mac meal અને Footlong Subway Meatball Marinara સામેલ છે. જોબ દરમિયાન, વર્કરને એક ડાયરી મેન્ટેન કરવી પડે છે, જેમાં તેણે જણાવવાનું હોય છે કે દરેક મિલને ટેસ્ટ કર્યા બાદ તેઓ શું ફિલ કરે છે. ખાવાનું ખાધા પછી તરત પછી, 2 કલાક બાદ અને 4 કલાક બાદ તેમનું એનર્જી લેવલ, ફૂલનેસ લેવલ, પ્રોડક્ટીવીટી, સ્લગીશનેસ અને ઓવરઓલ સેટિસ્ફેકશનને મોનીટર કરવામાં આવશે.
ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી વધુ ન હોવી જોઈએ :
કેન્ડિડેટને પોતાનો રિપોર્ટ માર્કેટપ્લેસ પર જઈને સબમિટ કરવો પડશે, જ્યાર બાદ કંપની ન્યૂટ્રીશનિસ્ટ સાથે મળીને રિપોર્ટનાં પરિણામોની તપાસ કરશે. આ સમગ્ર એનાલીસીસનો ઉપયોગ પ્રોફેશનલ કમ્યુનિટી માટે બેસ્ટ મિલ ગાઈડ તૈયાર કરવા માટે કરવામાં આવશે.
ખાસ વાત એ છે કે આ નોકરી માટે કોઈ યોગ્યતા કે એક્સપીરિયન્સની જરૂર નથી. જોકે માર્કેટપ્લેસે માત્ર એટલું કહ્યું છે કે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ. આ જોબ માટે ઉમેદવાર 27 મે 2022 સુધીમાં કંપનીની વેબસાઈટ MaterialsMarket.com પર જઈને અપ્લાય કરી શકે છે
વિવાદનો ભડકો: ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતી રણવીર સિંહની ફિલ્મ લોચામાં, આ સીનને લઈને ઊભો થયો વિવાદ