મોંઘવારી: સિંગતેલના ડબ્બાનો ભાવ પહેલીવાર 3,000ને પાર; મગફળીમાં ઘટ, 90% ઓઇલ મિલ બંધ
મોંઘવારી- સિંગતેલના ડબ્બાનો ભાવ પહેલીવાર 3,000ને પાર; મગફળીમાં ઘટ, 90% ઓઇલ મિલ બંધ
સરકારી ચોપડે ભલે ફુગાવો ઘટવા લાગ્યો હોય પરંતુ ખાદ્યપદાર્થોની કિંમતો રિટેલ માર્કેટમાં સતત વધી રહી છે. ખાદ્યતેલોમાં સિંગતેલમાં છેલ્લા એક સપ્તાહમાં ડબાદીઠ રૂ.100-125 વધી સૌ પ્રથમ વખત રૂ.3000ની સપાટીને ક્રોસ થયો છે.
સરકારી ચોપડે ભલે ફુગાવો ઘટવા લાગ્યો હોય પરંતુ ખાદ્યપદાર્થોની કિંમતો રિટેલ માર્કેટમાં સતત વધી રહી છે. ખાદ્યતેલોમાં સિંગતેલમાં છેલ્લા એક સપ્તાહમાં ડબાદીઠ રૂ.100-125 વધી સૌ પ્રથમ વખત રૂ.3000ની સપાટીને ક્રોસ થયો છે. તેજી પાછળનું મુખ્ય કારણ મગફળીનો સ્ટોક નથી, સતત વરસાદના કારણે નવી સિઝન લેટ થશે આ ઉપરાંત મહ્દઅંશે સંગ્રાહખોરી તેજીને વેગ આપી રહી છે. વધુમાં તહેવારોની સિઝન શરૂ થઇ રહી હોવાથી માગમાં ઝડપી વધારો થયો છે. સિંગતેલની તેજી પાછળ સાઇડ તેલ જેમ કે કપાસિયા તેલનો ડબો પણ વધી 2600ની સપાટી કુદાવી ચૂક્યો છે.
સારો વરસાદ, ઊંચા ભાવ છતાં મગફળીના વાવેતરમાં સરેરાશ 10 ટકાનો ઘટાડો થઇ 17 લાખ હેક્ટર આસપાસ રહ્યું છે. એકધારા વરસાદના કારણે નવી સિઝન લેઇટ થશે તેમજ અત્યારે મગફળીની મળતર ન હોવાથી ગુજરાતની 90 ટકા ઓઇલ મિલો બંધ થઇ ચૂકી છે જેની પણ બજાર પર અસર જોવા મળી છે. જાણકારોના મતે નવી સિઝન શરૂ ન થાય ત્યાં સુધી ગ્રાહકોએ ઊંચા ભાવનો બોજો સહન કરવો પડશે. આ ઉપરાંત આગામી સમયમાં આયાતી તેલોમાં ભાવની સ્થિતિ કેવી રહે છે તેના પર બજારનો આધાર રહેશે.
ખાદ્યતેલના પેકિંગમાં વાસ્તવિક વજન દર્શાવવાનો આદેશ
સરકારે પેકેજ્ડ કુકિંગ ઓઈલના નિયમોમાં સુધારો કર્યો છે. નવા આદેશ મુજબ ઑઇલ કંપનીઓએ ખાદ્ય તેલના પેક પર પેકિંગ વખતના તાપમાનની વિગત હટાવીને વાસ્તવિક વજન દર્શાવવું પડશે.
આ ફેરફાર માટે 2023ની 15 જાન્યુઆરી સુધીનો સમય અપાયો છે. ખાદ્ય તેલનું વજન જુદા-જુદા તાપમાનમાં અલગ હોય છે.
આદર્શ રીતે ખાદ્ય તેલ 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પેક કરવાનું હોય છે. જો 21 ડિગ્રીએ પેકિંગ થાય તો 919 ગ્રામ
વજન હશે અને જો 60 ડિગ્રીએ પેક થાય તો વજન 892.6 ગ્રામ રહેશે.
ખાદ્ય તેલની બ્રાન્ડ્સ સામેની વિવિધ ફરિયાદો બાદ આ નિર્ણય લેવાયો છે. ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધઃ
કોમોડિટીની વધતી કિંમતોને રોકવા માટે ઘઉંના લોટની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય સરકારે લીધો છે.
CCEAની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. એપ્રિલ-જુલાઈ 2022 દરમિયાન ભારતમાંથી ઘઉંના લોટની
નિકાસમાં 2021ના સમાન સમયગાળાની સરખામણીમાં 200 ટકાનો વધારો નોંધાયો હતો.
મગફળીનો સ્ટોક ન હોવાથી તેજી
વેપારી, ખેડૂતો પાસે મગફળીનો સ્ટોક નથી, જે સ્ટોક છે તે નાફેડ (સરકાર) પાસે જ છે. સંસ્થાઓ પણ બજારભાવે માલ કટકે-કટકે વેચી રહી છે જેના કારણે ઓઇલ મિલોને ક્રશિંગ કરવું પરવડે તેમ નથી જેના કારણે મોટા ભાગની મિલો બંધ થઇ છે. નવી સિઝન સુધી મગફળીની ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી ભાવ મજબૂત રહી શકે છે.> કિશોર વિરડિયા, પ્રેસિડેન્ટ, સોમા
લીંબડીના લિયાદ ગામે LCBનો દરોડો: 30 જુગારીઓ પકડાયા, રૂ.5.97 લાખનો મુદ્દામાલ કબજે કરાયો