Edible oil: પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો
Edible oil – પામતેલના ભાવમાં થયો મોટો ઘટાડો
રાજ્યની ગૃહણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં પામતેલના ભાવમાં રૂપિયા 30નો ઘટાડો થયો છે. તથા પાંચ મહિનામાં પામતેલના ડબ્બામાં રૂ.500નો ઘટાડો થયો છે. તેમજ પામતેલનો ડબ્બો રૂપિયા 1690એ પહોંચ્યો છે.
- પામતેલના ભાવમાં રૂપિયા 30નો ઘટાડો થયો
રાજ્યની ગૃહણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં પામતેલના ભાવમાં રૂપિયા 30નો ઘટાડો થયો છે. તથા પાંચ મહિનામાં પામતેલના ડબ્બામાં રૂ.500નો ઘટાડો થયો છે. તેમજ પામતેલનો ડબ્બો રૂપિયા 1690એ પહોંચ્યો છે.
પામતેલનો ડબ્બો રૂપિયા 1690એ પહોંચ્યો
છેલ્લા પાંચ મહિનામાં પામતેલના ડબ્બામાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે. મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી પામતેલની મોટા પ્રમાણમાં આવકના પગલે અને માંગમાં ઘટાડો થતાં પામતેલમાં દિવસે દિવસે સતત ઘટાડો જોવા મળે છે. આવતા દિવસોમાં પણ પાંચ તેલના ભાવમાં હજી ઘટાડો થઈ શકે છે. તથા છેલ્લા પાંચ દિવસથી સિંગતેલ અને કપાસિયા તેલ સ્થિર જોવા મળ્યા છે.
પામતેલના ભાવમાં રૂપિયા 30નો ઘટાડો
દેશમાં દરિયાપારથી પામતેલની સપ્લાય વધતાં હવે અછતની સ્થિતિ દૂર થઈ છે. ઉપરાંત ઈમ્પોર્ટ કોસ્ટ પણ નીચી રહેતાં
બજારમાં હાજર તથા ફોરવર્ડ ભાવ પર દબાણ વધ્યાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ભાવમાં સતત ઉથલ
પાથલથી તેલના વેપારીઓની પણ મુશ્કેલી વધી છે, રોજરોજ અસહ્ય રીતે અને બેફામ પણે ભાવ ફેરફારના સિલસિલાથી
ગ્રાહકોને માલ વેચવામાં પણ મુશ્કેલી પડી રહી છે.