મુસાફરો ખાનગી વાહનોના ભરોસે: જિલ્લામાં આજથી દોઢ દિવસ એસટીની 625 ટ્રીપ બંધ

Photo of author

By rohitbhai parmar

મુસાફરો ખાનગી વાહનોના ભરોસે – જિલ્લામાં આજથી દોઢ દિવસ એસટીની 625 ટ્રીપ બંધ

મુસાફરો ખાનગી વાહનોના ભરોસે – જિલ્લામાં આજથી દોઢ દિવસ એસટીની 625 ટ્રીપ બંધ

Google News Follow Us Link

મુસાફરો ખાનગી વાહનોના ભરોસે: જિલ્લામાં આજથી દોઢ દિવસ એસટીની 625 ટ્રીપ બંધ

  • અમદાવાદ ખેલમહાકુંભ માટે જિલ્લામાંથી 180 એસટી બસો ફાળવામાં આવી
સુરેન્દ્રનગર જિલ્લામાંથી છાશવારે સરકારી કાર્યક્રમોમાં એસટી બસો ફાળવાતા મુસાફરોને હાડમારી ભોગવવી પડી રહી છે. તો બીજી તરફ અનેક એવા ગામો છે કે જ્યાં આજે પણ એસટી બસની સુવિધા મળતી નથી. આવા ગામના લોકોને શહેર સુધી આવવા અને પરત ઘરે જવા માટે ખાનગી વાહનોની જોખમી મુસાફરી કરવી પડે છે. આજથી દોઢ દિવસ સુધી અમદાવાદ ખેલમહાકુંભમાં જિલ્લામાંથી 180 એસટી બસો એસટી તંત્રએ ફાળવણી કરી દીધી હોવાનું બહાર આવ્યું છે. પરિણામે જિલ્લામાં ગુરુવાર તેમજ શુક્રવારની બપોર સુધી 625 થી વધુ ટ્રીપો પર એસટી બસ નહીં દોડે જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
અમદાવાદ નરેન્દ્રભાઈ મોદી મેદાનમાં તા.29 સપ્ટેમ્બરને ગુરુવારે ખેલમહાકુંભ યોજાનાર છે. જેમાં ગુજરાતભરના વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. તેમજ આ કાર્યક્રમનું ઉદ્દઘાટન પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરવાના છે. ત્યારે જિલ્લામાંથી પણ વિદ્યાર્થીઓ તેમજ તેની સાથેના લોકો સહિત અંદાજે કુલ રૂ.9,000 માણસો માટે એસટી તંત્ર પાસે 180 જેટલી એસટી બસોની માંગ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી બહાર આવ્યું હતું.

મુસાફરો ખાનગી વાહનોના ભરોસે: જિલ્લામાં આજથી દોઢ દિવસ એસટીની 625 ટ્રીપ બંધ

અંદાજે 625 જેટલી ટ્રીપો બંધ રહેશે

જેમાં સુરેન્દ્રનગર-28, ધ્રાંગધ્રા-20, લીંબડી-20 અને ચોટીલા ડેપમાંથી-10 બસો તેમજ
રાજકોટ, ગોંડલ, વાંકાનેર, મોરબી, જસદણ ડેપોની પણ જિલ્લામાં 102 સહિત કુલ 180 બસો દોડાવાશે.
જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજે 625 જેટલી ટ્રીપો બંધ રહેવાની સાથે મુસાફરોને પણ તા.29 સપ્ટેમ્બરથી લઇને
તા.30 સપ્ટેમ્બર બપોર સુધી ખાનગી વાહનોના ભરોસે રહેવાનો ઘાટ સર્જાયો છે.
જિલ્લાના ગ્રામ્ય પંથકના લોકો માટે એસટી બસો લોકલરૂટો સાથે દોડાવવામાં આવી રહી છે.
પરંતુ અવારનવાર સરકારી સહિતના કાર્યક્રમોમાં એસટી બસો જ દોડાવવામાં આવતી હોવાથી મુસાફરોને ખાનગી વાહનોના ભરોસે આવવુ-જવુ પડે છે.
એસટી બસોની ફાળવણીમાં પણ મોટાભાગે ગામડાની રૂટોની બસનો ઉપયોગ થતાં હોવાથી વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે.
ત્યારે આ દોઢ દિવસ દરમિયાન પણ સૌથી વધુ ગામડાઓની એસટી બસોની ટ્રીપો બંધ રહેવાનુ બહાર આવ્યું હતું.

50 દિવસમાં જિલ્લામાંથી 481 બસ ફાળવાઇ

જિલ્લામાંથી 9 ઓગસ્ટે સુરેન્દ્રનગર વટેશ્વર વન કાર્યક્રમમાં 11 ઓગસ્ટ-2022 બપોરથી 12 ઓગસ્ટ સુધી 200 બસો ફાળવતા 300 ટ્રીપો બંધ રહી હતી. જ્યારે 29 ઓગસ્ટ-2022ના રોજ અમદાવાદ અને ભુજના સરકારી કાર્યક્રમમાં 101 બસો ફાળવતા 500 ટ્રીપો બંધ રહી હતી. ત્યારે હવે 29 થી 30 સપ્ટેમ્બર-2022 બપોર સુધી અમદાવાદ ખેલમહાકુંભમાં 180 બસો ફાળવાતા 625 ટ્રીપોને પણ અસર થશે. સરકારી કાર્યક્રમ માટે 50 દિવસમાં જિલ્લામાંથી 481 બસો ફાળવતા 1422 ટ્રીપોને અસરથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.