Divyang Prize Competition – સાયલાનાં દિવ્યાંગ મેરાજબેન પઠાણને પ્રશસ્તિ પત્ર અને રૂ.10 હજારનો ચેક અપાયો
દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા અંતર્ગત સાયલા તાલુકાનાં દિવ્યાંગ મેરાજબેન પઠાણને પ્રશસ્તિ પત્ર અને રૂ.10 હજારનો ચેક અપાયો
સુરેન્દ્રનગર રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-2022 અંતર્ગત આજ રોજ ગુજરાત વિધાનસભા સ્પીકરશ્રી નીમાબેન આચાર્ય અને શ્રમ કૌશલ્ય વિકાસ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સ્વરોજગાર કરતા દિવ્યાંગ પઠાણ મેરાજબેન મોમીનખાનને સાબરમતી હોલ, સ્વર્ણિમ સંકુલ-1, સચિવાલય ગાંધીનગર ખાતે પ્રશસ્તિ પત્ર અને રૂ.10 હજારનો ચેક આપવામાં આવ્યો હતો.