Prices Were Fixed – સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અનુસંધાને મીઠાઇ અને ફરસાણનું ભાવ બાંધણું કરવામાં આવ્યું
સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો અનુસંધાને મીઠાઇ અને ફરસાણનું ભાવ બાંધણું કરવામાં આવ્યું
- સિટી-પુરવઠા મામલતદાર સાથે મીઠાઇ-ફરસાણના વેપારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો
સુરેન્દ્રનગર શહેરમાં દિવાળીના તહેવાર નિમિત્તે લોકોને ફરસાણ અને મીઠાઇ વાજબી ભાવે મળી રહે એ માટે સિટી મામલતદાર અને પુરવઠા ટીમે શહેરના મીઠાઇના વેપારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ‘નહીં નફો નહીં નુકસાન’ના ધોરણે ભાવમાં ઘટાડો કરાયો હતો. જેમાં મીઠાઇ અને ફરસાણના ભાવોમાં કિલોએ ભાવ ઘટાડો કરાયો હતો.
ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લીશ’ના 10 વર્ષ પૂરા થતાં શ્રીદેવીએ ફિલ્મમાં પહેરેલી સાડીની થશે હરાજી
સુરેન્દ્રનગર સિટી મામલતદાર એચ.એસ.હુબલ અને પુરવઠા મામલતદાર જે.વી.ભટ્ટી, ડેપ્યૂટી મામલતદાર જયદીપસિંહ રાણાએ શહેર વિસ્તારના ફરસાણ અને મીઠાઇના વેપારીઓ સાથે મિટિંગ યોજી હતી. જેમાં હાજર રહેલા મીઠાઇ-ફરસાણના વેપારી એસોસિયેશનના પ્રતિનિધિઓ દિલિપભાઇ શેઠ, કમલેશભાઇ શેઠ હાલ બેસનના ભાવમાં, તેલના ભાવમાં અને મરચાના ભાવમાં વધારો થતાં નફો ઘટવાની સાથે લેબર ખર્ચમાં વધારો થયો છે. આ ઉપરાંત દુકાનનું ભાડું, વીજળી ખર્ચ, બળતણ ખર્ચ વગેરેમાં પણ વધારો થતાં નફો ઓછો હોવાથી રજૂઆત કરી હતી.
આ અંગે મામલતદારે જણાવ્યું કે, આ ભાવ આગામી દિવાળી તહેવારો દરમિયાન તા.21-10-2022થી 26-10-2022 સુધી એમ 5 દિવસ પૂરતા ભાવો અમલી રહેશે. જયારે સુરેન્દ્રનગર, દૂધરેજ, જોરાવરનગર, રતનપર ખાતે મીઠાઇ અને ફરસાણનું વેચાણ કરતાં વેપારીઓએ અને ગ્રાહક સુરક્ષા ધારા મુજબ દરેક દુકાને ભાવ અંગેનું બોર્ડ ફરજીયાત મૂકવાનું રહેશે એવી પણ સૂચના આપવામાં આવી હતી.