સુરેન્દ્રનગર જિલ્લામાં C-Vigil એપના માધ્યમથી નોંધાયેલ આચારસંહિતા ભંગની કુલ 11 ફરિયાદોનો ત્વરિત નિકાલ કરાયો

Photo of author

By rohitbhai parmar

C-Vigil App – સુરેન્દ્રનગર જિલ્લામાં C-Vigil એપના માધ્યમથી નોંધાયેલ આચારસંહિતા ભંગની કુલ 11 ફરિયાદોનો ત્વરિત નિકાલ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં C-Vigil એપના માધ્યમથી નોંધાયેલ આચારસંહિતા ભંગની કુલ 11 ફરિયાદોનો ત્વરિત નિકાલ કરાયો

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં C-Vigil એપના માધ્યમથી નોંધાયેલ આચારસંહિતા ભંગની કુલ 11 ફરિયાદોનો ત્વરિત નિકાલ કરાયો

  • સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી તંત્રની ચૂંટણી સંબંધી ફરિયાદ નિવારણ બાબતે વિશિષ્ટ કામગીરી
  • C-Vigil એપના માધ્યમથી નાગરિકો આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગની ફરિયાદો સરળતાથી નોંધાવી શકે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તારોમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.સી. સંપટના નેતૃત્વમાં તથા માર્ગદર્શન હેઠળ આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કોઈ નાગરિકને આચારસંહિતાનો ભંગ થતો જણાય તો ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

હાલ વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો C-Vigil એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી શકે છે.

સુરેન્દ્રનગર જિલ્લાનાં વિધાનસભા મત વિસ્તારોમાંથી C-Vigil ના માધ્યમથી મળેલ કુલ 11 ફરિયાદોનો જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તાત્કાલિક નિકાલ કરાયો છે.

અવસર રથ: સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ફરી રહ્યો છે ‘અવસર રથ’

જિલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિકાલ માટે ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગ અંગે નાગરિકો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1950 પર ફોન કરી ફરિયાદ કરી શકે છે. ઉપરાંત C-Vigil મોબાઈલ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં C-Vigil એપના માધ્યમથી નોંધાયેલ આચારસંહિતા ભંગની કુલ 11 ફરિયાદોનો ત્વરિત નિકાલ કરાયો

કુલ 11 ફરિયાદો નોંધાઇ

આ ઉપરાંત સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કાર્યરત ઈલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટર દ્વારા આચાર સંહિતાના ભંગ અંગે મીડિયામાં પ્રસારિત થતા સમાચારોનું નિરીક્ષણ કરાઈ રહ્યું છે. ફરિયાદ નિવારણ સેલમાં C-Vigil એપના માધ્યમથી અત્યાર સુધીમાં 11 ફરિયાદો નોંધાઈ છે.

આ ફરિયાદોમાં 06 ફરિયાદો 62-વઢવાણ મત વિસ્તારમાં, 03 ફરિયાદો 63-ચોટીલા મતવિસ્તારમાં અને 02 ફરિયાદ 61-લીંબડી મતવિસ્તારમાં નોંધાઈ છે. આમ, કુલ 11 ફરિયાદો નોંધાઇ હતી

જેમના પર ત્વરિત કાર્યવાહી કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

નોડલ અધિકારીશ્રી નિશાંત મકવાણાએ જણાવ્યું હતું કે, આચારસંહિતાના ઉલ્લંઘન કે ભંગની ફરિયાદોના નિવારણ માટે ચૂંટણીપંચ દ્વારા અસરકારક પદ્ધતિ ગોઠવવામાં આવી છે.

જે મુજબ C-Vigil એપ પર કોઈ નાગરિક ફરિયાદ અપલોડ કરે ત્યારે, કન્ટ્રોલ રૂમમાંથી આ ફરિયાદ પાંચ જ મિનિટમાં,

જે તે વિધાનસભા મત વિસ્તારની હોય, એ વિસ્તારમાં કાર્યરત ફ્લાઈંગ સ્કવોડને મોકલવામાં આવે છે.

ફ્લાઈંગ સ્કવોડ આ ફરિયાદ પર તુરંત પગલાં લે છે અને વધુમાં વધુ 100 મિનિટની સમય મર્યાદામાં આ ફરિયાદ ઉકેલી નાખે છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ઈવીએમ મશીન અને વીવીપેટની રેન્ડમાઈઝેશન પ્રક્રિયા દ્વારા ફાળવણી કરાઈ

આ ફરિયાદ ઉકેલાઈ ગયાની ખાતરી જે તે મતક્ષેત્રના ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવે છે. C-Vigil ના

માધ્યમથી નોંધાયેલ ફરિયાદોમાં જિલ્લાના વિવિધ મતવિસ્તારમાંથી મોટાભાગની ફરિયાદો સરકારી દીવાલો પર પોસ્ટર લગાવવા, જાહેર સ્થળો પર મંજૂરી વિના પોસ્ટર કે બેનર લગાવેલા અંગેની હતી.

આવી કુલ 11 ફરિયાદો નો તાત્કાલિક નિકાલ કરાયો છે. ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800-233-1723 પણ કાર્યરત છે. 24×7 પ્રમાણે 1950 હેલ્પ લાઇન નંબર પર અત્યાર સુધીમાં ચુંટણી કાર્ડમાં સુધારા કરવા, નવા નામ ઉમેરવા,

મતદાર ક્રમાંક જાણવા સહિતની વિગતોની પૂછપરછ સંદર્ભે 60 કોલ આવ્યા હતા. જેમને સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

અવસર રથ: સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ફરી રહ્યો છે ‘અવસર રથ’

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link