CRC Bhawan – સી.આર.સી. ભવન, માલણીયાદ દ્વારા SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાઇ
-
માલણીયાદ દ્વારા SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય અને દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ પર્વને સફળ બનાવે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ શ્રેણીમાં સી.આર.સી ભવન, માલણીયાદ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. જે હેઠળ માલણીયાદ પે સેન્ટર અને કીડી પે સેન્ટર,પેટા શાળાઓ દ્વારા વાલી સંપર્ક કરી વાલીઓને મતદાન માટે સંકલ્પ લેવડાવ્યા હતા.
સી.આર.સી. માલણીયાદની પ્રાથમિક, માધ્યમિક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પણ મતદાન અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ મતદાન જાગરૂકતા બાબતે ઓનલાઇન માહિતી આપવામાં આવી હતી.
શિક્ષકો તેમજ બી.એલ.ઓ દ્વારા મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા, નામ રદ કરવા તેમજ લોકોને મતદાન કાર્ડમાં
સુધારા વધારા માટે ફોર્મ નંબર 6,7,8 તથા 8-ક ની માહિતી આપવામાં આવી હતી.
રણમલપુર માધ્યમિક શાળા આચાર્ય શ્રી નીલેશભાઈ પરમાર દ્વારા રાષ્ટ્રીય કાર્યક્રમો દ્વારા લોક જાગૃતિ આવે, મતદાનની
ટકાવારીમાં વધારો થાય તે માટે વિદ્યાર્થીઓ પોતાના સ્વજનો તેમજ વાલીને સમજાવે તેવી અપીલ કરી હતી.
તેમજ વિદ્યાર્થીઓને પણ પ્રતિજ્ઞા લેવડાવી હતી.
મતદાન જાગૃતિ માટે 2600 થી વધુ સંકલ્પપત્રનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત શપથ ગ્રહણ કાર્યક્રમ, સ્લોગન,પોસ્ટર બનાવવા, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ, રેલી, ગામમાં સહી ઝુંબેશ, માનવ સાંકળ તેમજ BLO દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
સી.આર.સી માલણીયાદ સાથે સંકળાયેલ તમામ શાળાઓમાં મતદાન જાગરૂકતા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ તેમજ કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, આચાર્ય, શિક્ષકો સહિતનાં નાગરિકો જોડાયા હતા.
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીનાં અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ