બાગાયત ખાતા મારફત ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓની
અરજી માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું
- બાગાયતી પાકોની ખેતી ક૨તા ખેડૂત ખાતેદારો માટે આઇ-ખેડૂત પોર્ટલને તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
- ઓનલાઈન અરજી ઈ-ધરા કેન્દ્ર તેમજ સાઈબ૨ કાફે પ૨થી પણ કરી શકાશે.
- આઈ-ખેડૂત પોર્ટલ- www.ikhedut.gujarat.gov.in માં પોતાની અરજી કરવાની રહેશે.
સુરેન્દ્રનગર નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લાના બાગાયત વિભાગ મારફત ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા બાગાયતી પાકોની ખેતી ક૨તા ખેડૂત ખાતેદારો માટે આઇ-ખેડૂત પોર્ટલને તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
ખેડૂત ખાતેદારોએ બાગાયતી ખાતા દ્વારા મળતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે ઔષધિય/ સુગંધીત પાકોના વાવેત૨, ઔષધિય/ સુગંધીત પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ ઉભા ક૨વા, પોલી હાઉસ/ નેટ હાઉસમાં સોઈલલેસ કલ્ચર, શાકભાજી વાવેત૨, શકભાજીમાં કાચા મંડપ તથા ટ્રેલીઝ, પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સ, સરગવાની ખેતી, બાગાયતી પાકોના પ્લાંટીંગ મટીરીયલમાં સહાય તથા વોટર સોલ્યુબલ ખાત૨ જેવા વિવિધ ઘટકો માટે આઇ-ખેડૂત પોર્ટલને તા. ૩૦/૦૪/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે બાગયત ખાતાની આ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા ખેડૂત ખાતેદારોએ વહેલામાં વહેલી તકે આઈ-ખેડૂત પોર્ટલ- www.ikhedut.gujarat.gov.in માં પોતાની અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ઈ-ધરા કેન્દ્ર તેમજ સાઈબ૨ કાફે પ૨થી પણ કરી શકાશે. ઓનલાઈન અરજી થયા બાદ અ૨જીની નકલ, જરૂરી સાધનીક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક-સી ૨૦૮, બીજે માળ, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગ૨ પર પહોચાડવા વધુમા જણાવાયુ છે.