Site icon સોહમ 24 ન્યુઝ

બે વરસ જૂના પ્રેમલગ્નનો લોહિયાળ ખેલ જમાઈ અને તેના ભાઇઓએ સાસરી પક્ષના મોભીની હત્યા કરી

બે વરસ જૂના પ્રેમલગ્નનો લોહિયાળ ખેલ

જમાઈ અને તેના ભાઇઓએ સાસરી પક્ષના મોભીની હત્યા કરી

બે વરસ જૂના પ્રેમલગ્નનો લોહિયાળ ખેલ જમાઈ અને તેના ભાઇઓએ સાસરી પક્ષના મોભીની હત્યા કરી

લખતર તાલુકાના નાના અંકેવાળિયા ગામે રહી ટપાલી તરીકેની ફરજ બજાવતા રઘુભાઈ હમીરભાઈ સોલંકીની દીકરી હેતલને ધણાદ ગામનો દેવજી દાનાભાઇ વાઘેલા બે વરસ અગાઉ ભગાડી જઇ લગ્ન કરી લીધા હતા.

દેવજી દાનાભાઇ વાઘેલાના મામા ડાહ્યાભાઇ ભીખાભાઇ રાઠોડનું ઘર રઘુભાઇના ઘરની બાજુમાં આવેલું હોય, જેથી દેવજી દાનાભાઇ વાઘેલા અવારનવાર તેના મામાના ઘરે આવતો અને રઘુભાઈ સોલંકી અને તેમના સગાઓ સાથે ઝધડાઓ થાય તેવા પ્રયાસ કરતો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વધતા જતા કોરોનાને લઈને સિનિયર સિટિઝન દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી

ત્યારે રઘુભાઇના કૌટુંબિક ભાઇ કરશન ગાંડાભાઇ દેવજી દાનાના મામાના દીકરાને આવું ન કરવું જોઈએ તેવું સમજાવતા હતા. આ દરમિયાન રઘુભાઇના મોટાભાઇ હમીર હરિભાઇ (ઉં.વ. 55) પણ સમજાવતા જતા ત્યારે જમાઇ દેવજી વાઘેલાએ એકદમ ઉશ્કેરાઇ જઇ લોખંડના પાઇપનો જોરદાર ઘા હમીરભાઈની છાતીના ભાગે મારતા ત્યાં જ ઢળી પડેલ હતા અને મોત નીપજયું હતું.

બનાવ અંગે દેવજી વાઘેલા, તેના પિતા દાનાભાઇ વાઘેલા, દેવજીભાઇ ડાહ્યાભાઇ રાઠોડ વિરુદ્ધ હત્યાનો ગુનો રઘુભાઇ હમીરભાઇએ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે 200 બેડ સાથે કોવિડ સેન્ટર કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી

વધુ સમાચાર માટે…

Exit mobile version