Site icon સોહમ 24 ન્યુઝ

વલસાડમાં માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, જૂજવા ગામ ખાતે 4 બાળકોએ રમત રમવામાં ધતુરાનું શાક બનાવી ખાધું, તબીયત લથડી

વલસાડમાં માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, જૂજવા ગામ ખાતે 4 બાળકોએ રમત રમવામાં ધતુરાનું શાક બનાવી ખાધું, તબીયત લથડી

Google News Follow Us Link

બાળકોએ ધૂતરાનું શાક ખાઈને રમવાનું શરૂ કર્યું હતું, અને રમતા રમતા બેભાન થઈ જતા પરિવારના સભ્યોને જાણ થતાં પરિવાર તેમને આજુબાજુમાં તપાસ કરતા ચૂલા ઉપર મુકેલી તપેલીમાંથી ધતુરના ફળના બી તેમજ ફળના ટુકડા મળી આવ્યા હતા.

માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. બાળકો રમત રમતા હોય ત્યારે તેમના ઉપર નજર રાખવી જરૂરી બની ગઈ છે. વલસાડના ગામ જૂજવા ગામ ખાતે 4 બાળકોએ રમત રમતમાં ધતુરાના ફળનું શાક બનાવી ખાઈ લેતા 4 બાળકોની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના: બોટમાં સવાર સહેલાણીઓ પર એકાએક પર્વતનો મોટો ભાગ પડતા 7ના મોત, 32 ઘાયલ; 20 લોકો ગુમ

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વલસાડ તાલુકાના જૂજવા ગામ ખાતે રહેતા અલગ અલગ પરિવારના 4 બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન રમતા રમતા બાળકોને 3 ઈંટનો ઉપયોગ કરીને તેના ઉપર રસોઈ બનાવવાની રમત શરૂ કરી હતી. જે દરમ્યાન નજીકથી ધતુરાનું ફળ લાવી તેના બી કાઢી તેને તપેલીમાં નાખી ચૂલો સળગાવી શાક બનાવ્યું હતું. બાળકો ઘરમાંથી રોટલાઓ લાવીને ધતુરાનું શાક અને રોટલો ખાઈ ગયા હતા.

બાળકોએ ધૂતરાનું શાક ખાઈને રમવાનું શરૂ કર્યું હતું, અને રમતા રમતા બેભાન થઈ જતા પરિવારના સભ્યોને જાણ થતાં પરિવાર તેમને આજુબાજુમાં તપાસ કરતા ચૂલા ઉપર મુકેલી તપેલીમાંથી ધતુરના ફળના બી તેમજ ફળના ટુકડા મળી આવ્યા હતા. જેથી 4 બાળકોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે 108ની ટીમની મદદ વડે બાળકોને કસ્તુરબા હોસ્પિટલ ખસેડયા હતા.

હાલ બાળકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ સમગ્ર જિલ્લામાં થતા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

તુર્કમેનિસ્તાન સરકારના આદેશથી આગથી ધગધગતા નરકનાં દ્વાર બંધ કરાશે

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક 

Google News Follow Us Link

Exit mobile version