Site icon સોહમ 24 ન્યુઝ

થાનગઢ મનડાસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકાના ઝડપાયેલ ઇસમ સામે ફરિયાદ નોંધાઇ

થાનગઢ મનડાસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકાના ઝડપાયેલ ઇસમ સામે ફરિયાદ નોંધાઇ

થાનગઢ મનડાસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકાના ઝડપાયેલ ઇસમ સામે ફરિયાદ નોંધાઇ

થાનગઢ તાલુકાના મનડાસર ગામની સીમમાંથી વાંકાનેર તાલુકાના ઝડપાઈ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. થાનગઢ પોલીસના હેડ કોન્સ્ટેબલ જી.એસ.મકવાણા સાથે તરણેતર આઉટસ્પોર્ટ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ જારી હતું.

તે દરમ્યાન સાંજના સમયે મનડાસર ગામના પાદરમાંથી લુણસર જવાના રસ્તા ઉપરથી એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં બેઠેલા હોવાનું પોલીસને જણાવ્યું હતું.

આથી આ બનાવમાં પોલીસે તપાસ કરતાં ઇસમે ગેરકાયદેસર પાસપરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે ફરિયાદ નોંધી છે.

આ બનાવની પોલીસ કર્મચારી દિનેશભાઈ પરાલીયાએ વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા ચંદુભાઈ છગનભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બટુકભાઈ વાઘેલા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગમાં સાફ સફાઇ હાથ ધરવામાં આવી

Exit mobile version