ધ્રાંગધ્રાના ભરાડા ગામે ગટરમાંથી મળેલી સુજલને મુંબઈના દંપતિએ દત્તક લીધી
ધ્રાંગધ્રાના ભરાડા ગામે ગટરમાંથી મળેલી સુજલને મુંબઈના દંપતિએ દત્તક લીધી
- સુરેન્દ્રનગરની સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રિત બાળકીને મુંબઈના દંપતિએ દત્તક લીધી છે.
સુરેન્દ્રનગરની સરકારી વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રિત બાળકી સુજલને મુંબઈના દંપતિએ દત્તક લીધી છે. આથી સંસ્થાના નિયમો અનુસાર કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ બાળકીને પોતાનો પરિવાર મળશે. ધ્રાંગધ્રાના ભરાડા ગામે તાજી જન્મેલી બાળકી ગટરમાંથી મળી આવી હતી, જેને બચાવી અને સારવાર આપ્યા બાદ કોઇ વાલીવારસ ન હોવાથી સુરેન્દ્રનગરના સમાજ સુરક્ષા ખાતા દ્વારા સંચાલિત જિલ્લાની વિશિષ્ટ દત્તક સંસ્થામાં રખાઇ હતી.
સુરેન્દ્રનગર: જિલ્લામાં બીજા નોરતે લીંબડી, લખતરમાં વરસાદ
આ 4 માસની બાળકી સુજલને ધી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને એડોપ્શન રેગ્યુલેશનના નિયમોનુસાર મુંબઈના એક દંપતિએ દત્તક લેવા ઇચ્છા દર્શાવી હતી. આથી કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી કરી નિયમોનુસાર શુક્રવારે પ્રિ એડોપ્શન ફોસ્ટર કેરમાં લેવાઇ હતી. સુજલના દત્તક માતા બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને પિતા આઇટી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ છે.
નવરાત્રિની મોજ બગાડશે મેહુલિયો! આજે રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, ખેલૈયાઓમાં નિરાશા
હવે જિલ્લા મેસ્ટ્રેટ અને કલેક્ટર નિયમોનુસાર કેસ દાખલ કરશે અને આખરી આદેશ આપશે. ત્યાર બાદ બાળકીને પોતાનો પરિવાર મળશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દૂધાત, બાળ કલ્યાણ સમિતિના ચેરપર્સન જીજ્ઞાબહેન પંડ્યા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.કે.ભટ્ટ, જે.કે.ચૌહાણ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા, મેનેજર પ્રકાશ ગોહિલ, આર.કે.ઘરસેડા, જયેશ સપરા સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી.