Coordinating Committee Meeting – સુરેન્દ્રનગર ખાતે ઈન્ચાર્જ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ
સુરેન્દ્રનગર ખાતે ઈન્ચાર્જ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ
સુરેન્દ્રનગર ઈન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી પી.એન.મકવાણાનાં અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ સરકારી કર્મચારીઓનાં બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, સરકારી લેણાંની વસૂલાત, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી.
સંકલનની ભાગ-1ની બેઠકમાં ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરાને જિલ્લા કલેકટરશ્રીએ આવકારી જિલ્લા સંકલનની બેઠકમાં લેવામાં આવતા પ્રશ્નો વિશે માહિતગાર કર્યા હતા.
આ તકે ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરાએ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બબુબેન પાંચાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર.એમ રાયજાદા,
પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.